ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે: પ્રધાનમંત્રી ચૂંટણી પૂર્વે ગુજરાતમાં 20 થી 25 સભાઓ ગજવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી કાલે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે મોરબીની દુર્ઘટના બાદ પીએમ મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. પીએમ મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ સિવાય આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના પણ આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી પીએમ મોદીને સંતોષ હોવાનું પણ પાટીલે કહ્યું હતું.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. અને વિધાનસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ભાજપના સ્ટાર પ્રચારક રહેશે. પીએમ મોદી ગુજારતામાં 20થી 25 જેટલી સભાઓ ગજવશે. સ્થાનિક સંગઠનની સભાઓના આયોજન પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઝોન વાઈઝ નરેન્દ્ર મોદી સભાઓ કરવાના છે.વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીએ છ નવેમ્બરે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ભાવનગરમાં સમુહ લગ્ન કાર્યક્રમાં હાજરી આપશે. જે બાદ તેઓ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભાને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ સિવાય આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના પણ આપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે મોરબીની દુર્ઘટના બાદ ઙખ મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. ઙખ મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.