આપણું હિન્દુ વૈદિક પંચાગ આખી દુનીયાનું સૌથી પૌરાણિક અને શ્રેષ્ઠ પંચાગ છે જયારે દુરબીનની સોધ નોતી થઈ ત્યારે પણ આપણું પંચાગ વૈદિક પંચાગ હતુ.વૈદિક પંચાગ બે પધ્ધતિથી ચાલે છે સાયન, નિશ્યન જેમાં ઋતુ પરિવર્તન સાયન પ્રમાણે ગણાય છે. બુધવારે તા.21.12.2022ના દિવસે સાયન પધ્ધતિ પ્રમાણે ઉતરાયન અને શિશિરઋતુનો પ્રારંભ થશે.
સાથે વર્ષની સૌથી લાંબી રાત્રી પણ આ દિવસે છે બુધવારનો રાજકોટનો સુર્વોદય સવારે 7.23નો છે અને સૂર્યઅસ્ત સાંજે 6.07 કલાકનો છે. આમ 13 કલાક અને 16 મીનીટની રાત્રી થશે. પરંતુ તા.21 ડિસેમ્બર પછી રાત્રી ટુકી અને દિવસ લાંબો થતો જશે.ખાસ કરીને આપણી હિન્દુ પંચાગ પધ્ધતિ બે રીતે ચાલે છે. તેમાં આપણા ગુજરાતમાં અને મુંબઈમાં માગશર વદ મહિનો ચાલી રહ્યો છે જયારે ઉતર ભારત એમ.પી. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં તેજ મહિનાનુ નામ પોષ વદ બોલાઈ છે. ખાલી મહિનાના નામ અલગ પડે છે. તહેવારો બધે જ એકજ દિવસે આવે છે.આપણે શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમી કહીયે છીએ ત્યા ભાદરવા વદ આઠમના દિવસે જન્માષ્ટમી બોલે છે.
ફકત મહિનાના નામ નો ફેર પડે છે તહેવાર અકેજ દિવસે આવે છે.હા કયારેક તહેવાર આપણે ગુજરાતમાં બીજા દિવસે હોય છે તે સૂર્યોદય ના ફર્કને આધારીત છે.રાજકોટ અને અમદાવાદના સૂર્યોદયમા આસરે 7 થી 8 મીનીટનો ફર્ક હોય છે. જયારે બનારસની સાથે 45 મીનીટ જેટલો વહેલો સૂર્યોદય ત્યાં થાય છે. આથી આપણા ગુજરાતમાં ઘણીવાર એજ તહેવાર બીજે દિવસે ઉજવાય છે. ફકત સાચી સમજની જરૂર છે.
આવતી કાલે ગુજરાતના મુખ્ય શહેરોનાં સૂર્યોદય – સૂર્યાસ્તનો સમય
સુર્યોદય અસ્ત
રાજકોટ 7.23 6.07
અમદાવાદ 7.17 5.58
સુરત 7.12 6
વડોદરા 7.13 6.56
જૂનાગઢ 7.22 6.09
જામનગર 7.25 6.08
આવતી કાલે ગુજરાતના મુખ્ય શહેરોનાં સૂર્યોદય – સૂર્યાસ્તનો સમય
સુર્યોદય | અસ્ત | |
રાજકોટ | 7.23 | 6.07 |
અમદાવાદ | 7.17 | 5.58 |
સુરત | 7.12 | 6 |
વડોદરા | 7.13 | 6.56 |
જૂનાગઢ | 7.22 | 6.09 |
જામનગર | 7.25 | 6.08 |