મોહમ્મદ રફી ફેન કલબ દ્વારા આયોજન
મોહમ્મદ રફી ફેન કલબ (જુ.) રાજકોટ વર્ષ ૨૦૧૦થી સંગીત ક્ષેત્રે શહેરની સંગીતપ્રેમી જનતાને લાઇવ મ્યુઝીક ફિલ્મી ગીતોના પ્રોગ્રામ વિનામૂલ્યે આપી રહેલ છે તથા આ દરમ્યાન આયોજન પરેશભાઇ દેસાઇ તથા વરુણ દેસાઇ દ્વારા ચાર વખત ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મી ગીત સ્પર્ધામાં પણ આયોજન કરેલ છે. તેમાં સારી ગાયકી ધરાવતા પ્રતિભાશાળી ગાયકોએ તેમની ગાયકી દર્શાવેલ છે. આગામી ગુજરાત રાજય સંગીત નાટક એકેડમી (ગાંધીનગર) ના આર્થિક સહયોગથી મોહમ્મદ રફી ફેન કલબ (જુ.), દ્વારા તા. ૨૭-૨ ને ગુરુવારના રોજ હેમુગઢવી (મીની હોલ)માં રફી સાહેબનાં જન્મ દિવસ નીમીતે સમધુર સંગીત સંઘ્યાનું રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે રાત્રે ૮.૪૫ કરેલ છે. મહેમાનોમાં બીનાબેન આચાર્ય (મેયર), મનોહરસિંહજી જાડેજા (ડે. કમીશ્નર ઓફ પોલીસ રાજકોટ શહેર ઝોન-ર) જયદીપસિંહ સરવૈયા (એસીપી ક્રાઇમ બ્રાન્ચ), નીતીનભાઇ ભારદ્વાજ (પ્રભારી સુ.નગર જીલ્લા ભાજપ), જયેશભાઇ ઉપાઘ્યાય (બોલબાલા ટ્રસ્ટ), પંકજભાઇ ભટ્ટ (ગાંધીનગર), જે.એમ. ભટ્ટ (ગાંધીનગર) હાજરી આપી ખાસ કાર્યક્રમને શોભામાં અભિવૃઘ્ધિ કરી દિપ પ્રાગટય કરશે.
આ કાર્યક્રમમાં રફી સાહેબના અવાઝની આગવી પ્રતિભા ધરાવનાર ડો. કુરેશી (જામનગર), દિપાબેન ચાવડા (રાજકોટ), ચેતનાબેન છાયા (પોરબંદર) તથા પરેશભાઇ દેસાઇ દ્વારા સુંદર ગીતોની રજુઆત કરવામાં આવશે. તથા વાકય વૃંદમાં તુષારભાઇ ગોસાઇ (ઓર્ગન), મુકેશભાઇ ગોસાઇ (તબલા), લલીતભાઇ ચાવડા (ઓકટોપેડ) તથા પ્રકાશભાઇ વાગડીયા (સાઇડ રિધમ), તથા એનાઉન્સમેન્ટમાં બીપીનભાઇ જીવાણી તેમજ રાજુભાઇ આહીર કાર્યક્રમને સફળ બનાવશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વરુણ દેસાઇ તથા કિશોરસિંહ જેઠવા જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં પધારવા શહેરની જનતાને જાહેર અનુરોધ કરાયો છે.