પોરબંદર: માછીમારોને 3 દિવસમાં બોટોનું ઓનલાઇન વેરિફિકેશન કરાવી લેવા તાકિદ

 

પોરબંદરના માછીમારોને 3 દિવસમાં બોટોનું ઓનલાઈન વેરિફિકેશન કરાવી લેવા સૂચના આપવામાં આવી છે.  તારીખ રર નવેમ્બરના છેલ્લો દિવસ છે, ત્યારે જે બોટોનું સર્વે કરાવવામાં નહિ આવે તેવી બોટોના રજીસ્ટરેશન સટર્ફિીકેટ કોલ રદ કરવામાં આવશે તેવું ફિશરીઝ વિભાગ દ્વારા જણાવાયું છે.

ગુજરાત સરકાર મદદનીશ મત્સ્યોદ્યોગ નીયામકની કચેરી, પોરબંદર દ્વારા પરિપત્રા બહાર પાડી જણાવ્યું છે કે,  પોરબંદર જિલ્લાના તમામ બોટ હોડી માલિકોને ફિશરીઝ કચેરી ખાતે નોંધાવેલ તથા કાર્યરત તમામ ફિશીગ બોટો- હોડીઓનું ઓનલાઇન એપમાં બોટનો સર્વે કરવો ફરજીયાત છે. આ કચેરીના પરીપત્રા મુજબ ગત જુલાઇ માસમાં પોરબંદર ખાતેના તમામ બોટ-હોડી માલિકોને જાણ કરવામાં આવેલ હતી તેમજ આ અંગે દૈનીક વર્તમાન પત્રામાં પણ જાહેરાત આપી તમામ હોડી-બોટ માલિકોને પોતાની બોટો ઓનલાઇન એપમાં સવરે કરાવવાની સુચના આપવામાં આવેલ હતી. તેમ છતા આજ સુધી ફિશરીઝ કચેરી ખાતે નોંધાયેલ અનેક બોટો- હોડીઓના માલિકો દ્વારા ઓનલાઇન એપમાં સર્વે કરાવેલ નથી.

આથી જે બોટો – હોડીઓનું ઓન લાઇન એપમાં સવરે કરાવવાનું બાકી રહેલ હોઇ તેઓએ દિવસ-3માં તમામ બોટો-હોડીઓનું સવરે કરાવી લેવાનું રહેશે. જે બોટો- હોડીઓનું સવરે કરાવવામાં નહી આવે તેવી બોટોના વી.આર.સી., બોટનો રજીસ્ટરેશન કોલ રદ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે તેમજ પરિપત્રામાં જણાવ્યા મુજબ જે બોટો હોડીઓ તુટી ગયેલ હોઇ, ટોટલ લોસ્ટ થયેલ હોઈ અથવા ફીશીગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં ના હોઈ અને સવરે થઇ શકે તેમ ના હોઇ તેવી બોટો, હોડીઓના માલિકોએ પોતાની બોટની સ્થિતિ અંગે ફિશરીઝ કચેરીને તુરંત જાણ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 19 નવેમ્બરના આ પરિપત્ર્ા બહાર પાડી ખારવા સમાજના વાણોટ, માછીમાર બોટ એસોસીએશન, માછીમાર મહા મંડળ, નવીબંદર ખારવા સમાજ તથા પિલાણા માછીમાર એસોસીએશનને જાણ કરવામાં આવી છે, જેમાં આજે 20  તારીખે રવિવાર હોવાથી કચેરી ખાતે રજા હતી. પરિપત્ર્ામાં એ પણ જણાવેલ છે કે, કોઈને બોટનું ઓનલાઈન એપ માં સવરે કરાવવા માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે પરંતુ રવિવારે રજા હોવાથી કોઈ સ્ટાફ હાજર ન હતો અને બાદ છેલ્લી તારીખ ૨૧ છે ત્યારે સોમવારે છેલ્લી તારીખ હોવાથી અનેક માછીમારોને ઓનલાઇન સવરે માટે મુશ્કેલી વેઠવી પડશે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.