જેઠ વદ અગીયારસને બુધવાર તા. 14-6 ના દિવસે યોગીની એકાદશી છે જીવનમાં જ્ઞાન વિદ્યા અને યોગનું મહત્વ સૌથી વધારે અને ખાસ છે જેનાથી સંયમ રાખી શકાય છે.
બુધવારે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ સ્નાન કરી અને પીળા અથવા સફેદ વસ્ત્ર પાથરી અને તેના ઉપર ચોખા રાખી ભગવાન વિષ્ણુની છબી પધરાવી બાજુમાં ઘીનો દિવો કરી ત્યારબાદ ભગવાનને ચાંદલો ચોખા ફુલ છબી ઉપર પધરાવું અબીલ, ગુલાલ પધરાવી અને ભગવાનને ધુપબત્તી અર્પણ કરવી નૈવેદ્યમાં સાકર ખાસ ધરવી આરતી કરી અને ભગવાનની શ્રમાયાચના માગવી ત્યારબાદ યોગીની એકાદશીનો કથા વાચળી અને પછી શિવજીના મંદીરે જઇ અને પાણીનો એક લોટો ચડાવવો સાંજે ભગવાનનું કિર્તન કરવું રાત્રીના 1ર વાગ્યા સુધી નું જાગરણ કરવું બપોરે સુવુ નહી યોગીની એકાદશીનું વ્રત કરવાથી કુંડળીમાં જો શનિક રાહુ નો શ્રાપિત દોષ હોય તો તેમા રાહત થાય છે. શરીરમાં ચામડીની બીમારી હોય તો દુશ થાય છે. જીવનના બંધનો દુર થાય છે.જીવનમાં હમેરંગ સંયમ રાખવો નહિ માયાથી દુર રહેવું અને પોતાના કામકાજમાં નિષ્ઠાપૂર્વક કામ કરવું બહેનોએ પણ પોતાના ઘર કામ કરતી વખતે પુરી નિષ્ઠા રાખવી.