સાત સ્વરો સાથે પ્રાચીન કાળથી સંગીતની શરૂઆત થઈ; ૨૧મી જૂન ૧૯૮૨ થી વર્ષ મ્યુઝિક ડે ઉજવવાનું શરૂ થયું

આપણા ભારતમાં દરેક રાજયનું પોતાનું પ્રાદેશિક સંગીત છે: “સંગીત કી શકિત હમે દેના દાતા, કોરોના કો દૂનિયા સે ભગાના દાતા

સંગીતની શોધ કયાંથી થઈ તે અંગે માન્યતા એવી છે કે પશુ પક્ષીઓમાંના અવાજમાંથી સંગીત ઉત્પન્ન થયું છે. જુદાજુદા પશુ પક્ષીઓનાં અવાજમાંથી સંગીત ઉત્પન્ન થયુ છે. જુદા જુદા પશુ-પક્ષીઓના અવાજમાંથી જે સંગીત પ્રાપ્ત થયુ તેનુ પછી નામકરણ પણ થયુ એટલે કે મોરના ટહુકામાંથી સડજ, ચાવકના કંઠની અભિવ્યક્તિ માંથી ઋષભ, બકરાના બેં બેં માથી, કાગડાના કાં કાં માથી મધ્યમ, કોયલના કુહુ કહુ માથી પંચમ, દેડકાના ડ્રાંઉ ડ્રાઉ માથી ઘૈવત, હાથીના આવજમાંથી નિષાદએ પ્રમાણેના સાત રાગ ઉત્પન્ન થયા એમ કહેવાય છે.

સંગીત શબ્દ સ્વયંમ કેવો મહાન છે. તેની ખુબી એ છે કે તે અખંડ શબ્દ છે. અર્થાત ૩ અક્ષરથી બનેલા શબ્દનો કોઇ પણ અક્ષર ગમે ત્યાંથી ઉઠાવો તો પણ બાકી વધેલા બે અક્ષરોનો એવો અર્થ નીકળે જે સંગીત સાથે એનો સંબંધ હોય જ સંગીત શખ્દમાંથી ક્રમશ: ‘સંગીત’ અક્ષરો ઉઠાવો તો અનુક્રમે ગીત સંત અને સંગી એટલે કે સંગત કરનાર શખ્દો બને છે. જે ત્રણેય સંગીત સાથે જ જોડાયેલા છે. હવે આ સંગીત શબ્દ પોતે જ ભવ્ય છે તો પછી તેની સાથે સંકળાયેલુ બધુ જ ભવ્ય અને અખંડ હોય તેમા શી નવાઇ..

વિશ્ર્વ સંગીત દિવસ ઉજવણીની શરૂઆત તા.૨૧મી જુન, ૧૯૮૨થી કરવામાં આવે છે. ત્યારથી આ વિશ્ર્વસ સંગીત દિવસની ઉજવણી થાય છે. સાત સ્વરોની રચના જે  સા.રે.ગ.મ.પ.ધ. ની તરીકે ઓળખાય છે. રંગમંચલક્ષી અને ફિલ્મી કલાઓના મુખ્ય ત્રણ અંગ સંગીત, નાટય અને નૃત્ય પણ જોવાની ખુબીએ છે કે નાટક ફીલ્મ અને નૃત્યને પણ સંગીત સમૃધ્ધ કરી શકે છે.

વિશ્ર્વ સંગીત દિવસે અબતક સાથેની વાતચિતમાં કલાકાર બિપીન વસાણીએ જણાવેલ કે દરેક દેવી દેવતાઓએ પણ સંગીતની સાધના કરેલ છે. ભગવાન શીવ શંકર મહાદેવનુ ડમરુ એટલે જાણે સંગીતનો મહાસાગર.. ભગવાન શ્રીરામને પણ તેમના ગુરુ દ્વારા સંગીતની વિદ્યા આપવામાં આવેલી. ભગવાન શ્રી કૃષ્ણ પણ સંગીતમાં પારંગત હતા. શ્રી કૃષ્ણ વાંસડીના શુર છેડતા ત્યારે ગોપીઓ ભાન ભુલીને શ્રી કૃષ્ણરાય બની જતી અને તેના બાળ ગોવાળીયાઓ પણ મગ્ન થઇ જતા.

કોરોના વાયરસ મસામે લોકડાઉન દરમ્યાન ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ સંગીતનો સહારો લઇ સંગીતની મજા માણી છે અને મનની શાંતી પણ મેળવી છે. હવે તો કોઇપણ વ્યક્તિ સંગીતનો સહારો લઇ શકે છે અને મોર્ડન મ્યુઝીકમાં મ્યુઝીકના ટ્રેક (કરાઓકે)નું ચલણ પણ ખૂબ વધી ગયુ છે. જેમા વોઇસ નથી હોતો પણ એ ગીતનુ ઓરીજીનલ જેવુ જ મ્યુઝીક હોય છેે. જેથી ગાયક તેના સહારે પોતાની પસંદગીના મ્યુઝીક ટ્રેક (કરાઓકે) પસંદ કરી પસંદગીનું ગીત ગાઇ શકે છે.

શાસ્ત્રીય સંગીતથી શરૂ કરી ઘરાના સંગીત અને ડીસ્કો-મ્યુઝીક, રેપ મ્યુઝીક-રોક મ્યુઝીક સતત અવિરત નવુ-નવુ આવતુ જ રહે છે અને આવતુ જ રહેશે. ભક્તિ સંગીત ગઝલ, કવ્વાલી,  ઠુમારી, મજુરો, દેશભકિત, રોમાન્ટીક, ગમના ગીતો, શ્રૃંગાર, રસના ગીતો વિગેરે અમરતત્વ જેવા છે, ચાલતા જ રહેશે. આપણા ભારત દેશમાં દરેક રાજયનું એક પોતાનુ પ્રાદેશીક સંગીત અલગ અલગ છે.

સંગીત સાંભળવાથી રોગ મટી શકે છે

સંગીતના પ્રાચિન વાદ્યોના સ્થાને અત્યારે તેમાં ખુબ જ આધુનિકરણ આવ્યુ છે. ડીજીટલ ઓર્ગન એક જ વાદ્યમાંથી તમામ પ્રકારના સાધનો વગાડી શકો છો. સંગીત સાંભળવાથી મન પ્રફુલ્લીત થઇ જાયને રોગો પણ દૂર થઇ જાય છે. તેમ છેલ્લા ૩૦ વર્ષથી સંગીત સાધના કરતાં જાણીતા કલાકાર બીપીન વસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ છે. જે કામ વિજ્ઞાનનથી કરી શકતું તે સંગીત કરી શકે છે. તેનાથી આધી-વ્યાધી દૂર થાય છે. રાજકોટ શહેરમાં જુના ગીતોના ચાહકો ઘણા છે. દર શનિ-રવિ પોતાની બેઠકોમાં ઓલ્ડ ગોલ્ડ ગીતોનો જલ્વો કરે છે.

ખોરાકની સાથે દરરોજ નિયમિત જુના ગીતો ગુનાવવા એ પણ મનની શાંતિ અર્પે છે…. જુના ગીતોનું ગ્રુપ વિનોદ દવે

પોતાની સોશ્યલ નેટવર્ક ઉપર લાઇવ રેડીયો ચેનલ ચલાવતા દિનેશ બાલાસરા જણાવે છે કે આજે જૂના ગીતો ના ચાહકો નો મોટો વર્ગ છે.

રાજકોટના ઘણા તબિબો સંગીતના ચાહકો છે ને કરાઓકેમાં સુંદર જુના ગીતો ગાય છે.

સંગીતનો શોખ માનવીને સ્વસ્થ તન મન સાથે આનંદ મય જીવન અર્પે છે:- ડો. હિરેન કોઠારી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.