રવિવારે ત્રિપુરારી પૂર્ણિમાનું મહત્વ અને વૈકુઠ ચર્તુદશીનું મહત્વ

કારતક સુદ ચૌદશને રવિવાર તા. ર6-11-2023 ના દિવસે વ્રતની પુનમ ત્રિપુરારી પૂર્ણિમા છે આ દિવસે બપોરે 3.54 સુધી ચૌદશ તિથિ છે. ત્યારબાદ પુનમ તિથિ છે. આ પુનમનું મહત્વ વધારે રાત્રે પ્રદોષ કાળના સમયે હોતા રવિવારે વ્રતની પુનમ છે. અને સાથે આ દિવસે જ ત્રિપુરારી પૂર્ણિમાં છે. આ દિવસે વૈકુંઠ ચર્તુદશી પણ છે આ દિવસને કાર્તિક પુર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે મહાદેવજીએ ત્રિપુર નામના દૈત્યને વધ કરી અને દેવોને મુકત કર્યા હતા. આથી આ દિવસને ત્રિપુરારી પુર્ણિમા તથા દેવદિવાળી પણ કહે છે.

આપણા સૌરાષ્ટ્રમાં દેવદિવાળી કારતક સુદ 11 ના દિવસે મનાવાય છે. જયારે બીજે બધે કારતક સુદ પુનમના દિવસે દેવદિવાળી મનાવામાં આવે છે.આ દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરવો અને સાંજના સમયે ઘીનો દિવો મંદિરમાં ભગવાન પાસે કરવો આમ દિપ દાનનું મહત્વ આ દિવસે વધારે છે.આ દિવસે રવિવારે વૈકુંઠ ચતુદર્શી પણ છે આ દિવસે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાંથી કાશીમાં શંકર પુજા કરવા આવ્યા અને પુજામાં સાથે 1000 કમળ લઇ આવ્યા પરંપુ પુજા કરતી વખતે તેમાં એક કમળ ઘટે છે. 999 કમળ જ થાય છે. વિષ્ણુ ભગવાન વિચારે છે. મે કમળ બરાબર ગણ્યા હતા. પુરા એક હજાર કળમ હતા પરંતુ અત્યારે 999 કમળ છે અને પુજા કરતા ઉઠાય નહિ તો વ્રત ભંગ થાય આથી શું કરવું, ત્યારબાદ વિષ્ણુ ભગવાન નક્કી કરે છે કે પોતાની આંખ પણ કમળ જ છે તેને નેત્ર કમળ કહેવામાં આવે છે આથી વિષ્ણુ ભગવાન પોતાની આંખ કાઢવા તૈયાર થાય છે.

ત્યારે ચમત્કાર થાય છે ગુમ થયેલ કમળ પોતાના બોરામાં જુવે છે તેની સાથે જ ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનનો હાથપકડે છે અને કહે છે તમારી પુજાથી હું પ્રસન્ન થયો છું. અને આજથી ત્રિલોકનું રાજય હું તમને સોઁપું છું. અને સાથે રાક્ષસોને મારવા માટે સુદર્શનચંદ્ર પણ આપું છું.ત્યારબાદ વિષ્ણુ ભગવાન મહાદેવજીને નમન કરે છે અને આ દિવસ વૈકુંઠ ચતુદર્શી ના નામથી પ્રખ્યાત થાય છે.
આ દિવસે ભગવાન વિષ્ણુ તથા મહાદેવજીનું ખાસ પુજન કરવું જોઇએ.આ વર્ષે રવિવારે વૈકુંઠ ચતુદર્શી અને ત્રિપુરા પુર્ણિમા બન્ને સાથે ઉજવાશે.
શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.