ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની  93 બેઠકો માટે પાંચ ડિસેમ્બરે યોજાશે  મતદાન

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ અલગ બે તબકકામાં  મતદાન  યોજાવાનું છે જેમાં પ્રથમ તબકકામાં  આગામી 1 ડિસેમ્બરના  રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની  89 બેઠકો માટે જયારે 5 ડિસેમ્બરના રોજ ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની  93 બેઠકો માટે મતદાન  યોજાશે. બીજા  તબકકાના  મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવતી કાલે  છેલ્લો  દિવસ છે. હજી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી   પાર્ટી દ્વારા કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

કેન્દ્રીય  ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય  ચૂંટણીની   તારીખોનું એલાન ગત  3 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી પ્રથમ તબકકાના મતદાનમાં જે  89 બેઠકોની ચૂંટણી થવાની છે તેના માટે ગત  સોમવારે  ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા  પૂર્ણ થયા બાદ   હાલ ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય કાલે સાંજ  ચૂંટણી ચિત્ર  સ્પષ્ટ થઈ જશે દરમિયાન  બીજા તબકકામાં જે 93  બેઠકો માટે  મતદાન   થવાનું છે.   તેના માટે  ગત 10 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિધ્ધ  થતાની સાથે જ ફોર્મ ભરવાની   પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે.   દરમિયાન  આવતીકાલે  નામાંકનનો અંતિમ દિવસ છે છેલ્લા બે દિવસ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો   જોવા મળી રહ્યો છે. દરમિયાન  18મીથી ઉમેદવારી   ફોર્મની  ચકાસણી  કરવામાં આવશે.દરમિયાન  21મીએ  ફોર્મ   પરત ખેંચવાની ંઅતિમ  તારીખ છે તે દિવસે  સાંજ સુધીમાં   ખ્યાલ આવી જશે કે  રાજયની  182  વિધાનસભા બેઠકો પર કેટલા ઉમેદવારો  ચૂંટણી લડી રહ્યા છે. કંઈ બેઠક પર કોની કોની વચ્ચે જંગ  જામશે તે પણ નકકી થઈ જશે.

પ્રથમ તબકકામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને બીજા તબકકામાં   93 બેઠકો માટે 5  ડિસેમ્બરનાં રોજ મતદાન  યોજાશે જયારે તમામ 182 વિધાનસભા બેઠકો માટે 8મી ડિસેમ્બરના રોજ એક સાથે  મતગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.