સુર્યોદયથી સુર્યાસ્ત સુધી ગુરૂપુષ્યામૃત યોગ
આવતીકાલે ગુરૂવારે સર્વ સિધ્ધીને પ્રદાન કરવા વાળો ગુરૂપુષ્યામૃત યોગ છે. સુર્યોદયથી સાંજના 16.15 સુધી છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોના રાજા કહેવામાં આવે છે. જ્યારે બ્રહ્મસ્પતી (ગુરૂ) જે દેવતાઓના ગુરૂ છે. ચંદ્ર પોતાની કર્ક રાશીમાં આ દિવસે છે. ઉત્તમ સર્વ સિધ્ધી પ્રદાન કરનાર યોગ બને છે. સોના-ચાંદી, ઝવેરાત, રત્નો ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. ગુરૂપુષ્યામૃત યોગમાં વાહન ખરીદવું, જમીન-મકાન ખરીદવા, દસ્તાવેજો બનાવવા, નવા મકાનમાં પ્રવેશ કરવો, વિદ્યા આરંભ કરવો શ્રેષ્ઠ છે.
ગુરૂપુષ્યામૃતના દિવસે મંત્ર દિક્ષા લેવી. કોઇપણ ગુરૂ મંત્ર સિધ્ધ કરવો હોય તો શ્રેષ્ઠ દિવસ. ગુરૂપુષ્યામૃતના દિવસે ગણેશ પૂજન, લક્ષ્મી પૂજન, વિષ્ણુ પૂજન, બ્રાહ્મણોને બોલાવીને કરાવી શકાય. 108 કમળ, કમળ કાકડિ, ખીર, ઘી, બિલ્વપત્રથી લક્ષ્મીયજ્ઞ કરાવવો ઉત્તમ છે. આ યોગને શાસ્ત્રમાં લગ્ન (વિવાહ) માટે શ્રેષ્ઠ ગણ્યો છે. ચંદ્રમાંને લક્ષ્મીજીનો ભાઇ ગણવામાં આવે છે. આવો શ્રેષ્ઠ યોગ શ્રાવણ માસમાં ત્રયોદશી શિવરાત્રીના ઉત્તમ દિવસે બનતો હોવાથી 1008 બિલ્વપત્ર ચડાવવા. શેરડીના રસથી મધથી મહાદેવજી ઉપર લઘુરૂદ્ર અભિષેક કરાવવાથી શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.