મહા શુદ પૂનમ ને રવિવાર તારીખ 5.2.23 ના દિવસે રવિપુષ્યામૃત યોગ છે તથા આ દિવસે રાજ્યોગ પણ છે તે ઉપરાંત આ દિવસે માઘી પૂર્ણિમા પણ છે આ દિવસે મા લલિતા શ્રી વિદ્યા જયંતિ પણ છે આથી આ રવિપુષ્યા મૃત યોગનું મહત્વ વધારે વધી જશે રવિવારે રવિપુષ્યામૃત યોગની શરૂઆત સવાર ના 7.25 થી શરૂ થશે બોપેરે 12.13 મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન સોના ચાંદીની ખરીદી કરવી નવા વાહનની ખરીદી કરવી જમીન મકાન ના સોદા કરવા જપ તપ પૂજા પાઠ કરવા પૂજાના સામાનની ખરીદી કરવી શ્રી યંત્રની સ્થાપના કરવી તથા આ દિવસે સાથે માં લલિતા શ્રી વિદ્યાજયંતી હોવાથી શ્રી યંત્ર ઉપર સાકર વાળું દૂધ શ્રી સૂક્ત બોલતા બોલતા ચડાવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે
શ્રી સૂક્તના પાઠ કરવા પણ ઉત્તમ છે વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીની પૂજા કરવી પણ ઉત્તમ ફળ આપનાર બનશે આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી ચંડીપાઠ કરાવવા પણ ઉત્તમ ફળ આપનાર બનશે તે ઉપરાંત આ દિવસે માઘી પૂર્ણિમા અને સાથે મા લલિતા શ્રીવિદ્યા જયંતી હોવાથી આ આખો દિવસ શુભ ગણાય છે આ દિવસે જપ તપ પૂજા પાઠ ખરીદી ઉત્તમ ફળ આપશે.
રવિપુષ્યામૃત યોગ ના શુભ સમયની યાદી
- સવારે ચલ 8.49 થી 10.13
- સવારે લાભ 10.13 થી 11.37
- સવારે અમૃત 11.37 થી 12.13 સુધી રવિ પુષ્ય અમૃત યોગ છે