આ વર્ષે ગુરૂવાર અને શનિજયંતીનો શુભ સંગમ થશે. જયોતિષમાં કહેવાય છે કે ગુરૂ એટલે જીવ અને શનિ એટલે શિવ. એટલે કે શનીમાં ધાર્મીકતા આવે છે અને ગુરૂ ગ્રહમાં સંસારની બધી બાબતો આવે છે. આમ ગૂરૂ એટલે સંસાર જીવ અને શનિ એટલે ધર્મ શિવ. આમ આ વર્ષે ગૂરૂવારે શનિ જયંતી હોવાથી જીવ અને શિવનો શુભ સંગમ થશે.
શનિ જયંતીના દિવસે હનુમાનજીની અને શનિગ્રહની પુજા ઉપાસના ઉતમ અને શુભ ફળ આપશે. અને તુરંત ફળ આપે છે. આ દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવું.
હનુમાનજીને તેલ અને સિંદુર તથા અડદના 21 દાણા ચડાવા તથા શનિગ્રહને પણ તેલ ચડાવી શકાય. જો કાળી ગાય મળે તો તેને રોટલી ખવડાવી અથવા તો કોઈ પણ ગાયની સેવા કરવી.
તે ઉપરાંત જે લોકોની જન્મકુંડળીમાં શની અને ચંદ્રનો વિષયોગ હોય. શની અને રાહુનો શ્રાપિત દોષ હોય, શની નબળો હોયતો આ દિવસે શનિ કવચના પાઠ કરવા તથા હનુમાનજીની ઉપાસના કરવી જેથી રાહત મળશે.
જે લોકોની રાશીધન, મકર અને કુંભ છે તેવોને શનીની મોટી પનોતી ચાલી રહી છે. તથા તુલા રાશીના લોકોને લોઢાના પાયે પનોતી ચાલે છે. આથી આ દિવસે શનિ કવચના પાઠ કરવા 21,31 કે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજીને તેલ-સિંદુર અડદ ચડાવી પૂજા કરવાથી ઉતમ ફળ મળશે તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.