શ્રી કૃષ્ણના જીવનનો અભિન્ન અંગ એટલે રાધા. શ્રી કૃષ્ણની પહેલા પણ જેમનું નામ લેવાય છે એવા રાધા રાણીની આવતી કાલે જન્મ જયંતી છે. રાધાષ્ટમી એ એક હિન્દુ તહેવાર છે જે રાધા રાણીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર તે લક્ષ્મી દેવીનો અવતાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં રાધા અષ્ટમી સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ સાથે મનાવવામાં આવે છે. ભક્તો રાધા અષ્ટમીની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી કરે છે. શુક્ર પક્ષની આઠમના દિવસે ભાદ્રપદ મહિનામાં રાધા અષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે.
રાધાષ્ટમી કેવી રીતે મનાવવામાં આવે છે ?
આ વિશેષ દિવસે ભક્તો સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે અને રાધા કૃષ્ણની પૂજા કરે છે. કેટલાક ભક્તો અડધા દિવસ માટે વ્રત રાખે છે પરંતુ કેટલાક ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે.
ભક્તો રાધા કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરે છે ત્યારબાદકળશ પૂજન કરે છે અને તેમને ફળ અને ફૂલો અર્પણ કરે છે. રાધા કૃષ્ણના મંત્રોનો જાપ કરો અને રાધા કૃષ્ણની આરતી કરે છે. રાધાને ગાયત્રી મંત્ર ખૂબ જ લોકપ્રિય છે તેથી રાધાઅષ્ટમી પર બધા ભક્તો દ્વારા વ્યાપકપણે જાપ કરવામાં આવે છે.
રાધાષ્ટમી મહત્વ :
એવું માનવામાં આવે છે કે રાધાષ્ટમી વ્રત વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે, મન નકારાત્મક વિચારોથી મુક્ત થાય છે, અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે.