વિદેશમાં અનેક બેંકો કાચી પડી રહી છે અને હજુ આગામી દિવસોમાં બેંકો અને આર્થિક વહીવટ કરતી સંશ્થાઓને અસર પડતી જોવા મળશે કેમ કે બુધ મહારાજ નીચસ્થ બની રહ્યા છે તો આયાત નિકાસ, શેર બજાર બેન્ક, મુદ્રા માં આ અસર જોવા મળશે. આવતીકાલે ૧૮ માર્ચને શનિવારના પાપમોચની એકાદશી આવી રહી છે અને સૂર્ય મહારાજ ઉત્તરાભાદ્રપદા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે જેની વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

સૂર્યના મીન ભ્રમણ દરમિયાન જ સન સ્ટોર્મ સામે આવી રહ્યું છે અને તેની વિવિધ અસર આપણે જોઈ રહ્યા છીએ આગામી દિવસોમાં પણ સન સ્ટોર્મની અસર આપણા વાતાવરણ અને અન્ય બાબત પર જોવા મળશે. શનિવારે આવતી પાપમોચની એકાદશી તમામ પાપ દૂર કરનારી છે અને જીવનને એક પ્રકારની શુદ્ધિ આપનારી છે.

મારા વર્ષોના અનુભવે મેં જોયું છે કે પાપમોચની એકાદશી પર વ્રત કરવાથી શરીર અને મનની શુદ્ધિ થાય છે અને સાતે ચક્રોને નવી ઉર્જા મળે છે અને અગાઉ મનમાં આવેલી રુગ્ણતાઓ દૂર થાય છે જેને સાદી ભાષામાં આપણે પાપ મોચન કહીએ છીએ તે શરીર અને મનની શુદ્ધિની વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેનો લાભ આ શનિવારે પાપમોચની એકાદશી પર લઇ શકાય !!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ —

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.