કાલે આપણું નૂતન વર્ષ છે, કાલે આપણી ખુશી-ખુશાલીની વેળા છે. શુભશુકનની ઘડી છે. કરીએ તો શુકન, એવો સવાલ આપણા દેશની ભૂમિને સૂરજદેવ પૂછવાના છે. આપણી માતૃભૂમિ શું ઈચ્છશે? સાહ્યબા, શું કરીએ તો શુભ શુકન ?
આપણા દેશવાસીઓએ ૨૦૧૯ના વર્ષને વિદાય આપી તે કાળના ગર્ભમાં વિલીન થવાનાં પગલાં માંડતી વખતની અને માવતરનાં ઘેરથી ક્ધયાદાન બાદ ક્ધયા વિદાયના કુમકુમ પગલા સમી હતી ! મનુષ્ય એક એવું સર્જનહારનું સર્જન છે કે એની ખૂશીની વેળાની નીચેય રૂદનનાં બિંદુઓ બાઝેલા રહે છે. ૨૦૧૯ના વર્ષને આપણી માતાઓ અને પરમપિતાઓએ આવી ગદ્ગદ વિદાય આપી હોવાનું ચિત્ર ઉપસે છે ! નૂતન વર્ષાભિનંદન અમીછાંટણા વખતે આપણે પરમકૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે, ૨૦૨૦નો પ્રત્યેક દિવસ આપણા દેશ માટે અને સવા અબજ દેશવાસીઓ માટે સુખશાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ તથા ઈચ્છીત પરિવર્તનનાં
ચાંદા-સૂરજ લાવે….. આપણી માતૃભૂમિ માટે
આટલું થશે તો તે શુભશુકન લેખાશે.
‘અબતક’ને આવા ચાંદા-સૂરજનાં કંકુવરણા ઉદયનવી અપેક્ષા છે, અને તેના વાચકો જ નહિ પર પ્રત્યેક બંધુ-ભગીનીને નૂતન વર્ષે આ શુભ શુકન થાય એવી પરમેશ્ર્વરને તથા
સદગૂરૂ શ્રી જગાબાપાને પ્રાર્થના છે.
૨૦૨૦ના નૂતનવર્ષને ટાંકણે આપણા સાહિત્ય સ્વામીઓ પૈકીનાં એક પ્રો. ઉપેન્દ્ર પંડયાની એક કાવ્ય પંકિત યાદ આવે છે, જે અત્યારેય અગાઉ જેટલી જ જીવંત છે.
‘અમે ઝંખી હતી કેવી ગુલાબી, ખ્વાબી આઝાદી
અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી !’
આજેય, એટલે કે ‘આઝાદી’ અને પ્રજાસત્તાક-પર્વના સૌભાગ્યને સાત દાયકાઓ વિત્યા પછી પણ આ દેશની આમ પ્રજાને બરબાદીનાં કારમાં ડંખ વેઠવા પડે છે. અને પ્રજાના ગુલાબી ખ્વાબી સપનાઓ ચકનાચૂર બન્યા છે !
આપણા દેશે પ્રજારાજની કસુંબલ પત્તાકાઓ નિહાળી હતી. અને સ્વરાજ પછી સુરાજય તથા રામરાજયનાં સપનાં નિહાળ્યા હતા. એને પરિપૂર્ણ કરવાની દિશામાં આપણા નેતાઓ-રાજપુરૂષોએ કશું જ કરી શકયા નથી એવો અસંતોષ નથી, અને થવું જ જોઈતું હતુ તે કરી લીધાનો સંતોષ પણ નથી.
આપણા આવતીકાલનાક નૂતન વર્ષને આપણો આમ આદમી કઈ હોંશે વધાવે અને એના પગલે પગલે મોતીડા વેરે એવો પ્રશ્ર્ન ઉભો થાય જ છે.
જે કાંઈ નથી થઈ શકતું તે આપણા અતિ સ્વાથર્ક્ષ રહેલા રાજકીય ક્ષેત્રનાં પાપે જ નથી થઈ શકયું અને જે ઘણું બધુ બગડયું છે. તે આપણા રાજગાદીના ભૂખ્યા રાજકર્તાઓનાં પાપે જ બગડયું છે.
બુધ્ધિભ્રષ્ટતાએ આ દેશને બરબાદ પણ કર્યો છે, પાયમાલ પણ કર્યો છે અને એની આબરૂનાં કાંકરા પણ કરાવ્યા છે.
આપણા નેતાઓ ન રાજકારણી તરીકે શોભ્યા કે ન ધાર્મિક નેતા તરીકે શોભ્યા. આપણે ન વિશ્ર્વસ્તરનાં ઉચ્ચકક્ષાના કેળવણીકારો ઘડી શકયા, ન શિક્ષણ વિદો ઘડી શકયા. આ વિદ્યાલયો ઉભા કરી શકયા કે ન વિદ્યાપીઠો ઉભી કરી શકયા.
અમેરિકા વિશ્ર્વનો સૌથી મોટો સંપત્તિવાન દેશ બની ગયો તે ઉચ્ચ સ્તરનો વિદ્યાવાન બન્યો એટલે જ બની શકયો.
આપણે શ્ર્ધ્ધાવાન બન્યા તે કરતાં અંધશ્રધ્ધાના વધુ ગુલામ બન્યા. આપણા દેશ કરતાં વિદેશને વધુ મહત્તા આપી.
વિકાસમાં આપણે માપદંડ તરીકે ચીનને આપણી આગળ ધર્યા કર્યંુ આપણે કોઈપણ બાબતમાં સર્વોપરિ બનવાની આકાંક્ષા જ ન રાખી. આપણા બંધારણમાં સંસદને સર્વોપરિ ઠરાવી, પણ આપણા રાજકીય પક્ષો અને રાજનેતાઓએ એની સર્વોપરિતા સાથે બેફામ અડપલા કર્યા. ન્યાયતંત્રની બાબતમાં પણ લગભગ એવું જ થયું છે.
નૈતિકતાને આપણે નેવે મૂકી દીધી છે. આચારસંહિતાના પાલનને આપણે ઠોકરે મારી છે.
આપણે ત્યાં કોઈપણ ક્ષેત્ર એવું રહેવા દેવાયું નથી કે જેમાં લાગવગ, લાંચરૂશ્ર્વત, પાખંડ, દંભ અને જૂઠાણાઓને અગ્રતા અપાઈ ન હોય ! કૃત્રિમતા અને નકલખોરીમાં આપણા નેતાઓ, વેપારીઓ અને ઉદ્યોગ પાવરધા બન્યા છે.
મહિલાઓનાં ગૌરવ અને પૂજયતાને આપણે બળાત્કાર, છેતરપીંડી અને નગ્નતાના મોડેલ બનાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી એનાં સશકિતકરણની ડંફાશો પણ ખોખલીજ રહેવા દેવાઈ છે.
આપણા દેશનું સુકાન કોઈ મહિલાને સોંપી શકાય એવું સશકિતકરણ આ દેશે કયારેય જોયું નથી કે જાણ્યું નથી !
મહિલાઓ પર બેહુદા બળાત્કાર, મહિલાઓની બેહુદી બેઈજજતી, અને એની અવમાનતાના કિસ્સાઓ એટલી હદે વધ્યા છે કે, દુનિયા આપણા દેશની હાંસી ઉડાડે !
નૂતન વર્ષનાં પ્રારંભે આવી બધી બળતરા શોભે નહિ પણ વાસ્તવિકતાને નકારી કેમ શકાય?…..
આપણે ઈચ્છીએ અને પરમાત્મા તથા દેશના તમામ ભદ્રજનો, ધર્મગૂરૂઓ ધર્માત્માઓ અને સજજનોને પ્રાર્થના કરીએ કે, હવે પછીનું નૂતન વર્ષ આવી બળતરાઓને બદલે સુખ-શાંતિ અને સ્વર્ગ સમી સુવિધાઓથી સમૃધ્ધ કરે અને આ દેશમાં સુવર્ણયુગની દિશાઓ ખૂલ્લી થાય!