વિષ્ણુના પ્રત્યેક અવતાર સાથે પૌરાણિક દંતકથા દ્વારા ધાર્મિક સામાજિક સંદેશનું મહત્વ રહેલું છે
મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારો પૈકીનો પ્રથમ અવતાર છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુકલ પક્ષની ત્રીજના દિવસે તે અવતરીત થયા હતા. એ મુજબ આવતીકાલે 15 એપ્રિલના રોજ મત્સ્યાવતાર જયંતિ છે. પુરાણોમાં કરાયેલા વર્ણનઅનુસાર ભગવાન વિષ્ણુએ સુષ્ટિને પ્રલયથી બચાવવા માટે મત્સ્યાવતાર લીધો હતો. મત્સ્ય એટલે માછલી કહેવાય છે. કે આ અવતારમાં તેમણે મનુને એક વિશાળ હોડી બનાવીને તેમાં દરેક પશુ, પક્ષી, નર, નારી ઋષિ મુનિઓને રાખવાનો આદેશ આપ્યો હતો. જેથી જળ પ્રલય સમયે વધારે પ્રમાણમાં લોકો બચી શકે.
એક પૌરાણિક કથાનુ સાર દ્રવિડ દેશના રાજર્ષિ સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહી હતી. જયારે તેમણે અંજલિ આપવા હાથમાં જળ લીધુ ત્યારે તેના હાથમાં એક નાની માછલી આવી હતી. રાજા નદીના મોટા મોટા જીવો નાના જીવોને ખાઇ જાય છે.
આ સાંભાળીને રાજાને બહુ જ આશ્ર્ચર્ય થયું તેણે માછલીને પોતાના કમંડલમાં મૂકી દીધી પણ એક જ રાતમાં આ માછલીનું શરીર એટલું વધી ગયુ કે કમંડલ નાનુ પડવા લાગ્યું ત્યારે રાજાએ માછલીને બહારકાઢીને તેણે મટકામાં મૂકી દીધી. ત્યાં પણ માછલી એક રાતમાં મોટી થઇ ગઇ ત્યારે રાજાએ માછલીને બહાર કાઢીને પોતાના સરોવરમાં મૂકી દીધી આ માછલી ત્યાં સુવિધાપૂર્ણ રહી શકે પણ માછલી માટે આ સરોવર પણ ટુંકું પડવા લાગ્યુ આ જોઇને રાજાને આશ્ર્ચર્ય થયું અને તે સમજી ગયા કે આ કોઇ સામાન્ય માછલી નથી. તે વિનમ્રતા પૂર્વક કહ્યું કે મને ખબર પડી ગઇ છે તમે કોઇ મહાન આત્મા છો. જો આ વાત સાચી હોય તો કૃપયા જણાવો કે તમે મત્સ્યનું રૂપ શા માટે ધારણા કર્યુ છે?
ત્યારે રાજા સત્યવ્રત સમક્ષ ભગવાન વિષ્ણુએ પ્રગટ થઇને કહ્યુ કે હયગ્રીવ નામના દૈત્યએ વેદોને ચોરી લીધા છે. જગતમાં ચારે બાજુ અજ્ઞાન અને અધર્મનો અંધકાર ફેલાયો છે. એટલે તેનો નાશ કરવા મે આ રૂપ ધારણ કર્યુ છે. આજથી સાતમા દિવસે ભૂમિ જળ પ્રલયથી સમુદ્રમાં ડૂબી જશે. ત્યાં સુધીનુ નૌકા (હોડી) બનાવડાવી લે અને સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીર તથા દરેક પ્રકારના બીજ લઇને સપ્તર્વિષઓ સાથે એ નૌકાપર સવાર થઇ જાઓ. પ્રચંડ આંધીના કારણે જયારે નૌકા ડગમગશે. ત્યારે હુ મત્સ્ય રૂપે તમને બચાવી લઇશ અને પ્રલયના અંત સુધી નૌકા ખેંચીશ.એ વખતે ભગવાન મત્સ્યએ નૌકાને હિમાલયની ચોટી સાથે બાંધી દીધી એ ચોટીને ‘નૌકાબંધ’ કહેવામાં આવે છે.
પ્રલય પ્રકોપ શાંત થયા બાદ ભગવાને હયગ્રીવનો વધ કરીને તેની પાસેથી વેદ છીનવીને બ્રહ્માજીને પુન: પરત કર્યા ભગવાને પ્રલય સમાપ્ત થયા બાદ રાજા સત્ય જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર થઇને વૈવસ્વત મનુ તરીકે ઓળખાયા. એ નૌકામાંથી જે બચી ગયા હતા. તેનાથી જ સંસારમાં જીવન ચાલ્યુ. આ પ્રસિધ્ધ કથા મત્સ્યાવતાર જયંતિ સાથે જોડાયેલી છે.