કરવા ચોથ રોહિણી નક્ષત્રમાં ઉત્તમ ફળદાયી કાલે આસો વદ -4 ના દિવસે કરવા ચોથ છે આ દિવસે ચંદ્ર મા પોતાની ઉચ્ચ રાશિ માં છે . આથી આ વર્ષે કરવા ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી રહેશે પૂજા નો સાંજે 6.22થી 8.30શુભ સમય આ વ્રત પરણેલી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે કરે છે .
આ વ્રતમાં આખો દિવસ નકકડો ઉપવાસ કરવાનો હોય છે . . આ દિવસે સાંજે ગણેશજી, મહાદેવ, પાર્વતીજી તથા કાર્તિકેયનું પૂજન કરવું સાથે ચંદ્રનું પૂજન કરવું .
એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર થાળી રાખીને મૂર્તિ રાખવી . બધી મૂર્તિ ન હોય તો તેના બદલે સોપારી ને નાડાછડી વીટીં ને રાખવી, ત્યારબાદ તેનું પૂજન કરવું સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી આ પૂજન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય અને ત્યારપછી ચંદ્ર ઉગે એટલે એક ચારણી લેવી તેમાં દિવો પ્રગટાવી અને ચંદ્રના દર્શન કરી અર્ધ્ય અર્પણ કરવું અને ત્યારબાદ ચારણી માંથી પતિદેવનું મોઢું જોવું અને પતિદેવના હાથે જળ પીવું અને પતિદેવને ભોજન આપી પછી પોતે ભોજન કરવું સાસુ માતાજીને પગે લાગી એક લોટો અને તેમને નવા વસ્ત્ર ભેટમાં આપવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપી સાસુ તથા પતિદેવના આશિર્વાદ લેવા.
ચંદ્ર ઉદય સમય રાત્રે 9 કલાકે
આ પ્રમાણે 12 વર્ષ અથવા 16 વર્ષ સુધી આ વ્રત રહેવું આજીવન પણ રહી શકાય વ્રતના ઉદ્યાપનમાં 13 સુહાગી બહેનોને ભોજન કરાવવું. સાંજે પૂજાનો સમય સાંજે 6.22 થી 8.30નો છે.
સંકલન – શાસ્ત્રી રાજદીપ જોશી