જો વાદા કિયા વો…. નિભાના પડેગા
પશ્ચિમી કલ્ચર એટલે વિવિધ ડે નો ઉત્સવ છેલ્લા એક વીકથી અલગ અલગ ડે રંગીલા રાજકોટમાં ઉજવાય રહ્યા છે. આજે સવારથી પ્રેમીઓ એકબીજાના વચન બઘ્ધ થઇ ‘પ્રોમીસ-ડે’સેલીબ્રેશન કરી રહ્યા છે. શહેરનાં ગાર્ડનો હોટેલ કે શહેર સફર આવેલા હોટલ કે કોફી શોપમાં બે હૈયાઓ જીવનભર સાથ નિભાવવાની વાતો સાથે વચન બઘ્ધ થયા.
ના હોંગે જાુદા…. યે વાદ રહા…. જેવા સુંદર ગીતોનાં શબ્દોએ વાત શરૂ થઇ ને એક મેકનાં સાથે જીવનભર બંધાય જવાની વાતોએ રંગીલા રાજકોટના વાતાવરણને પણ રોમેન્ટીક બનાવ્યું હતું. વેલેન્ટાઇન વીકનો પાંચમો ડે એટલે પ્રોમિસ-ડે અને દિવસે પ્રેમ કરનારા એકબીજાને પ્રેમ નિભાવવા:, પોતાની ખોટી આદતો છોડવા કે પ્રેમ માટે કશું કરવાનું વચન આપે છે.
પ્રેમીઓ સમય વિતાવવાની સાથે સાથે તેમનો પ્રેમ વધુ પ્રગાઢ થતો જાય છે. જે અંતે એક અતુટ સંબંધમાં બદલાય જાય છે.
આમ જોઇએ તો પ્રેમ માટે કોઇ વિશેષ દિવસ હોતો જ નથી એ તો ભાવનાઓ છે જે કયારે પણ હ્રદયમાં ઉમટી શકે છે. એકમેકને પ્રેમ ગમે ત્યારે… ગમે ત્યાંથી થઇ શકે છે. ઘણા ખરા યુવાનો પોતાનાં કોઇ ખાસ મિત્ર ને મૈત્રીથી આગળ વધીને તેને પોતાનો પ્રેમનો એકરાર કરે છે. આ એકરારમાં ફુલ આપીને કરો કે ખાસ વચન આપીને કરો… પ્રેમ એ પ્રેમ છે.
પ્રેમ સંબંધમાં આમ પણ હગનું ખુબ મહત્વ હોય છે. જયારે તમારો ફેવરીત ગમતો ચહેરો તમને હગ કરે છે. ત્યારે પ્રેમ, હુંફ, લાગણી જેવા તમામ સ્પંદનો શરીરની રંગેરગમાં ઉમટી પડે છે.
હગ-ડે વેલેન્ટાઇન વિકનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે.
હગ કરવાનાં સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ પણ ફાયદાઓ છે. જેમ કે મન હલકું થાય. આ મનો વૈજ્ઞાનિક અને શારીરિક વિકાસ વધારવામાં પણ ઉપયોગી છે. માતા-પુત્રનું હગ…. એ વિશ્ર્વનું શ્રેષ્ઠ ચિત્ર છે.
હગ કરવાથી લોહીમાં કોટી ‘સોલન સ્તર, તનાવના હોર્મોન્સ ઘટે છે’ અને પ્રતિરક્ષા તંત્રનું નિર્માણ કરી સ્થાપી દિલની બિમારીથી બચાવે છે.
ફકત ર૦ સેક્ધડના હગથી ઓકસીટોન હોર્મોન્સનું સ્તર વધતાં તમને સુખ મળે છે.
પ્રાણ જાયે પર…. વચન ન જાયે
‘અબતક’ ડિજિટલ મીડીયાના પ્લેટ ર્ફોમ ઉપર કડવીબાઇ સ્કુલના ધો. ૧૦-૧ર ના પ૦૦ છાત્રો સાથે પ્રોમિસ ડે… પ્રાણ જાયે પર વચન ન જાયે અંતર્ગત લાઇવ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. જેમાં છાત્રોએ કર્ણ – કૈકેયી જેવા ઉદાહરણો સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરા અને અત્યારની ર૧મી સદીની વાતો કરી હતી. શાળાનાં સ્ટાફ ગણ સાથે છાત્રોએ સુંદર ગીતો ગાયાને પ્રોમિસ ડે વિશેનાં તેમના વિચારો રજુ કર્યા હતા.