“આજ ઉંગલી થામ કે ચલના શીખાઉં, કલ હાથ પકડના મેરા…”
બાળકમાં સંસ્કારનું સિંચન માતા કરે છે તો પિતા પણ સંતાનને બનાવે છે નિર્ભય અને કઠોર
પિતા તેમના જીવનમાં જે યોગદાન આવે છે તે ઓળખવા માટે પિતાનો દિવસ વિશ્ર્વભરમાં ઉજવવામાં આવે છે. કાલે ફાધર્સ ડે છે ત્યારે આ દિવસ પિતૃત્વીનું ઋણ ચૂકવવા ઉજવે છે. જો કે તે વિશ્ર્વ વ્યાપી ફાધર્સ ડે વિવિધ તારીખો પર ઉજવવામાં આવે છે. તેમ છતા ઘણા દેશો આ દિવસને જુનના ત્રીજા રવિવારે ઉજવે છે ફાધર્સ ડેની ઉજવણી જુદાજુદા દેશોમા જુદી જુદી રીતે તથા તારીખે ઉજવવામાં આવે છે.
પિતાને સુપર હીરો, માર્ગદર્શિકા, મિત્ર અથવા ભૂમિકા મોડેલ પિતાનો અર્થ એ થાય કે તેમના બાળખો માટે ઘણી બધી વસ્તુઓ છે અને તે દરેક ક્ષણે તેમની પાસે રહે છે. આ કિંમતી અને બિનશરતી બોન્ડને સ્વીકારવા માટે દર વર્ષે જૂનના ત્રીજા અઠવાડિયામાં ફાધર ડે ઉજવવામાં આવે છે. કોઈપણ પિતા જયારે તેના બાળકને આંગળી પકડી ને ચલાવતા શીખવતા હોય ત્યારે પણ તે વિચારતા હોય છે. ‘આજ ઉંગલી થામ કે ચલના શીખવવું તેરી તુંજે મે કલ હાથ પકડના મેરા જબ મેં બુઢ્ઢા હો જાઉ ’અને અર્થવવેદમાં પણ કહેવાયું છે.
‘અનવ્રત: પિતૃ: પુત્રો- માતા ભવતું સંમના: જાપાપ્રત્યે મધુમતી વચમ વહતુ શાંતિવામ। આ શ્ર્લોકમાં પણ પિતાનું વ્યકિતત્વ વ્યકત કર્યું છે. પોતે ન ભોગવેલી તમામ સુખ સુવિધાઓ પોતાના સંતાનોને દેવા અથાક મહેનત કરી દુનિયાનું તમામ શ્રેષ્ઠતા આપવા ઈચ્છતા હોય છે ‘બાપા’ એટલે બા ના પા ભાગ નો પ્રેમ છે.
ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી છે. અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. ફાધર્સ ડે નિમિતે ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. પિતાનું મહત્વ કુટુંબમાં ઘણુ મોટુ અને આદરણીય છે. કુટુંબનો એ મોભી છે. મોભ તુટી પડતા ઘર તુટી પહે છે. તેમ પિતા વિનાનું કુટુંબ તુટી અને વેરવિખેરાય જાય છે. પિતૃત્વ દિવસની ઉજવણી પાછળ જે પણ કારણ હોય પણ એટલું તો સાચુ છે આપણા જીવનમાં ‘મા અને પા’ અમુલ્ય છે. કેમકે બનેની કામગીરી સમાન ભાગે વહેચાય છે. માની ઉપસ્થિતિમાં બાળક પ્રેમાળ, કોમળ અને વ્યવહાર લક્ષી બને છે જયારે પિતાની ઉપસ્થિતિ નિર્ભય અને સંસ્કૃત બને છે. મા સંતાનને વહાલ કરી ચિંતા સેવી તેનામાં સંસ્કાર રોપે છે. જયારે તિ બાહ્ય જગતની માયાજાળ વચ્ચેથી માર્ગ કાઢવાનું કપરૂ કામ શીખવે છે.
આપણા સૌર વ્યવસ્થામાં સૌથી મોટો ગ્રહ ગૂરૂને માનવામાં આવે છે. અને આ દિવસે પૂર્ણ ચંદ્ર ગ્રહ ગૂરૂને મળે છે. તેમા પણ ગૂરૂને ‘માણસોનો પિતા’ અને સ્વર્ગનો પ્રભુ કહેવામાંઆવે છે.
એક પિતા પોતાના બાળકોનાં સપના પુરા કરવા માટે હર કોઈ વસ્તુ કરી ગુજરે છે. એક પિતાનું વ્યકિતત્વ ખૂબજ જ કઠણ ગણવામાં આવે છે. પરંતુ તે નાળીયેરની જેમ હોય છે. પરથી કઠણ અને અંદરથી નરમ એક પિતા પોતાના સંતાન માટે સમપર્ણની ભાવના રાખે છે. તે પોતાના સંતાન માટે પોતાનું સંપૂર્ણ જીવન ખર્ચી નાખે છે. એક પિતા પોતાનું એક પણ દુ:ખ કોઈ સામે વ્યકત કરતો નથી. તેની અંદર ઘણી બધક્ષ અસમનજસ ચાલતી હોય છે. પરંતુ પોતાના સંતાનનો હસતો ચહેરો જોઈને પોતાની વેદના ભૂલી જાય છે. જેના પ્રેમને કયારેક પાનખરનાં ન નડે તે એનુ નામ ‘પિતા’ પિતા અને સંતાન વચ્ચેનો આ એક જ સંબંધ એવો છે જેમાં અંતરતો ખૂબજ વધુ દેખાય છે. પરંતુ હોતુ નથી. અબતકના આ વિશેષ અહેવાલમાં તમામ પિતાઓને આ અહેવાલ સમર્પિત કરવામાં આવે છે.