એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિ બાપાના લગ્ન થયેલા; વ્રત અને પુજા કરવાથી વિઘ્નહર્તા વિઘ્નો દૂર કરે છે.

વૈશાખ શુદ ચોથને બુધવાર તા. ૮.૫ના દિવસે કાલે ગણેશ ચોથ છે. વૈશાખ મહિનામાં આવતી શુકલ પક્ષની ચોથ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચોથ તરીકે ઉજવાય છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતીદાદાના લગ્ન થયેલા. દરેક શુભકાર્યોમાં ગણપતી દાદાની પ્રથમપુજા કરવામાં આવે છે.ગણપતી દાદા વિઘ્નોના હર્તા છે. ગણપતીદાદાનો પ્રિયવાર મંગળવાર છે.

લાલવસ્ત્ર, લાલફુલ, સોપારી, ગણપતીદાદાને પ્રિય છે. લગ્ન જેવા શુભ પ્રસંગોમાં દિવાલમાં કરવામા આવતા કંકુના ચાંદલા એટલે કે દેરડીની પુજા કરીએ છીએ તે ગણપતી દાદાનો પરિવાર છે. જેને માતૃકો કહેવામાં આવે છે. ગણપતી દાદા રિધ્ધિ સિધ્ધિ સાથે પુજામાં સપરીવાર પધારે છે. કાલે ગણેશ ચોથના દિવસે સવારે નિત્ય કર્મકરી ત્યારબાદ બાજોઠ કે પાટલા પર લાલવસ્ત્ર પાથરી તેનાપર ઘઉંની ઢગલી કરી ગણપતી દાદાને બીરાજમાન કરવા તેની બંને બાજુ સોપારીમાં રિધ્ધિ સિધ્ધિને બેસાડવા દાદાને સિંદુર લગાડી અને ચાંદલો ચોખા કરી લાલફૂલ અપર્ણ કરવું, વસ્ત્ર જનોઈ અર્પણ કરવા, અબીલ ગુલાલ દુર્વા અર્પણ કરવા , ધુપ દીપ અર્પણ કરવા, નૈવેધમાં ગોળથી બનાવેલા મોદક એટલે કે લાડવા ધરાવવા, આરતી કરી ત્યારબાદ પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં કોઈ વિઘ્નોનો આવે અને ક્ષમા યાચના માગવી. ત્યારબાદ પ્રસાદ ખાવો ગણપતીદાદાની ચોખા ચડાવી અંગ પુજા કરી શકાય.

આ દિવસે ગણપતીદાદાની પુજા કરવાથી અને વ્રત રહેવાથી ઘરમા રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તી થાય છે. જે લોકોને જીવનમાં વારંવાર વિઘ્નો આવતા હોય જે લોકોને પોતાનું મકાન ન હોય તેવા લોકોએ ગણપતી દાદાની પુજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે. અને પોતાના રહેવાના મકાનની પ્રાપ્તી થાય છે.તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.