સૌરાષ્ટ્રભરમાં કાલે રંગેચંગે ૭૨મો સ્વાતંત્ર પર્વ ઉજવાશે

ધ્વજવંદન, તિરંગા યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો

સુરેન્દ્રનગરમાં સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી થશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહેશે ઉપસ્થિત

રાજકોટના પોલીસ હેડકવાર્ટરમાં પરેડનું રીહર્સલ

રાજકોટમાં આવતીકાલે ૭રમાં સ્વાતંત્ર પર્વની રંગારંગ ઉજવણી થવાની છે. ત્યારે રાજકોટના પોલીસ હેડકવાર્ટર ખાતે આજે રીહર્સલ કરવામાં આવી હતી. જેમાં જેસીપી સીઘ્ધાર્થ ખત્રી, ઝોન-ર ના ડીસીપી મહોહરસિંહ જાડેજા અને ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાની આગેવાનીમાં જવાનોએ પરેડ કરી હતી2 28રાજકોટ

સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે ૧૫મી ઓગસ્ટનાં રોજ આન, બાન અને શાન સાથે ૭૨માં સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગામે-ગામ ઘ્વજા-રોહણ, તિરંગાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. કાલે ૭૨માં સ્વાતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરીને સમગ્ર સૌરાષ્ટ્ર દેશભકિતનાં રંગે રંગાઈ જશે. સૌરાષ્ટ્રભરની શાળા, કોલેજો તેમજ સરકારી કચેરીઓમાં પણ ઘ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગરમાં સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.3 22ઉપલેટા

ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી આન, બાન ,શાનથી કરવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયાના હસ્તે સલામી આપી રાષ્ટ્રઘ્વજ લહેરાવવામાં આવશે. આવતીકાલે સવારે ૯:૦૦ વાગ્યે બાવલા ચોકમાં આવેલ વિવિધલક્ષી વિનયમંદિર હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઘ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો આ રાષ્ટ્રપર્વની ઉજવણીમાં શહેરીજનોને પધારવા ચીફ ઓફિસર આર.સી.દવેની યાદીમાં જણાવેલ છે.5 6સુપેડી

ઉપલેટાના સુપેડી ગામે ઈવા આયુર્વેદ કોલેજ કેમ્પમાં ૧૫મી ઓગસ્ટ સવારે ૯ વાગ્યે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ઉવર્શીબેન પટેલના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવશે. આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, સામાજીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ સંસ્થાના પ્રિન્સીપાલ ગીરીરાજસિંહ ગોહિલે યાદીમાં જણાવેલ છે.

4 8

તાલાળા

રાષ્ટ્રનાં ૭૨માં સ્વાતંત્ર પર્વ ૧૫મી ઓગસ્ટની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી મિલ કમ્પાઉન્ડ, તાલાળા ખાતે કરવામાં આવશે. ૯ કલાકે જિલ્લા કલેકટર અજયપ્રકાશ રાષ્ટ્રઘ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેકટર આ પ્રસંગે આયોજીત પરેડનું નિરિક્ષણ કરશે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની રેલી, સ્વાતંત્ર સેનાનીઓ, વ્યકિત વિશેષશ્રીઓનું સન્માન તથા શાળાનાં બાળકો દ્વારા દેશભકિત સભર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તાલાળા ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણીનાં આયોજન માટે પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડનાં માર્ગદર્શન તળે તાલાળા મામલતદાર ધોળીયા, તાલુકા વિકાસ અધિકારી સોલંકી, ચીફ ઓફિસર તથા તાલુકા વહિવટી તંત્રનાં તમામ અધિકારીઓ સક્રિય સહયોગ આપી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી બાગાયત વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, વન વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પુરવઠા કચેરી સહિત ૧૨ વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.0 1વેરાવળ

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંઘ્યાએ વેરાવળ ખાતે ત્રિરંગા યાત્રા યોજાશે. રાષ્ટ્રઘ્વજ પ્રત્યે સન્માન તેમજ દેશ પ્રત્યે સમર્પણ ભાવના સાથે વેરાવળ ખાતે યોજાનાર ત્રિરંગા યાત્રાનો તા.૧૪નાં રોજ સાંજે ૫:૦૦ કલાકે સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતેથી પ્રારંભ થશે. આ યાત્રામાં વર્દી સાથે પોલીસ જવાનો સહિત નગરજનો સહભાગી થશે. આ યાત્રા સોમનાથ સંસ્કૃત યુનિ. થઈ નગરપાલિકા કચેરી, ટાવર ચોક થઈ ઈન્ડીયન રેયોન સ્કુલ ખાતે સમાપન થશે.

દ્વારકા

દ્વારકા નગરપાલિકા દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દ્વારકાના હુસેની ચોક ખાતે સવારે ૯:૩૦ કલાકે નગરપાલિકા પ્રમુખ જીતેષભા માણેકના વરદ હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા તેમજ ચીફ ઓફિસર સી.બી.ડુડીયા અને પાલિકા સભ્યગણની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય પર્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. દ્વારકાવાસીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા નગરપાલિકા તરફથી આમંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.