પવિત્ર માસ રમજાનના અંતે ભાઈચારા અને શાંતી સંદેશ માટે ઈદની ઉજવણી

મુસ્લિમોના પવિત્ર રમઝાન -ઉલ-મુબારક બાદ મઝહબી ખુશીનો તહેવાર ઉજવે છે જેને ઈદ ઉલ ફિઝ કહેવામાં આવે છે. ઈસ્લામી કેલેન્ડરમાં તમામ મહિનાઓની માફક ઈદ પણ ચાંદને જોવાની શરૂઆત ગણવામાં આવે છે. મુસ્લિમોના તહેવાર ઈદ મુળ રૂપે ભાઈચારા માટે ઉજવવામાં આવે છે. આવતીકાલે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે જોકે કેરલમાં ચાંદ દેખાયો નહી કેરલના ઐતિહાસીક મસ્જીદ જામાં મસ્જીદના શાહી ઈમામે જણાવ્યું કે, ચાંદ જોવા ન મળતા આવતીકાલે ઈદ ઉજવાશે

ઈદના પવિત્ર પર્વ પર લોકો એકબીજાને ભેટીને ઈદની શુભકામના આપે છે. અને આદરણીઓની હાથ ચુમ્મી કરે છે. આ દિવસે આર્શિવાદ, શાંતી મેળવવા મસ્જીદોમાં ખાસ નમાઝ પઢવામાં આવે છે. અને ઘરમાં જાત જાતના ભોજનોનું રસપાન થાય છે. ખાસ કરીને મુસ્લિમ પરિવારો તેના પરંપરાગત પારીધાનો પહેરીને ઉજવણી કરે છે. અને ભાઈચારા અને શાંતી માટેની દુઆ માંગે છે.

રમઝાનને મહેમાન મહીનો પણ કહેવામાં આવે છે. જેમાં વહેલીસવારે ‘શહેરી’ એટલે કે રોઝા પહેલા જમવામાં આવે છે. અને મૌલાના દિવસમાં પાંચ વખત નમાઝ પઢાવે છે. મુસ્લિમોના ગુરૂ મહુંમદ સબ્બાતા અલા અલૈહી વસ્સલમ કહ્યું હતુ કે જે રીતે તમે રોઝા રહો છો એ પ્રકારે ગરીબોને ભોજન નથી મળતુ માટે જનકલ્યાણ અને ગરીબો માટે ભોજન દાન કરવું જોઈએ. ‘સર્વે મુસ્લિમ ભાઈ બહેનોને ઈદ મુબારક’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.