તું કાળી ને કલ્યાણી રે માં, જયાં જોવું ત્યાં જોગમાયા…
માં દુર્ગાની આરાધનાથી ધન, ઐશ્વર્ય, તંદુરસ્તી પ્રાપ્ત થાય છે: પુરાણો મુજબ આદ્યશકિત મા દુર્ગાની પૂજા દેવ, નર, મુનિ, ગાંધર્વ, અસુર દરેકે કરીને મનોકામના પૂર્ણ કરી હતી
આદ્યશકિત માં જગદંબાની પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રી માં દુર્ગાષ્ટમી કે મહાનવમીના પૂજનનું ઘણું મહત્વ છે. દુર્ગાષ્ટમીના દિવસે ઠેર ઠેર હોમ, હવન સાથે માં દુર્ગાની આરાધના થશે. તેનાથી વ્યકિત એક જીવનની દરેક મુશ્કેલીઓમાંથી મુકિત મેળવી શકે છે આ સાથે ધન, ઐશ્ર્વર્ય, પત્ની, પુત્ર, પૌત્ર તથા તંદુરસ્તી પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં બિમારી, મહામારી, પુર, દુષ્કાળ,પ્રાકૃતિક ઉપદ્દવ તથા શત્રુથી ધેરાયેલા કોઇ રાજય કે દેશ કે સંપૂર્ણ વિશ્ર્વના કલ્યાણ માટે પણ મા ભગવતી ની આરાધના પરમ કલ્યાણકારી છે.
બંગાળમાં મહાઅષ્ટમીના દિવસે ખાસ હોમ અને સંધીપુજા થી થાય છે. મા દુર્ગા સમક્ષ ૧૦૮ દીપ પ્રગટાવી મંત્રોચ્ચાર કરી સંધીક્ષણમાં દેવીમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે. આ ઉપરાંત દુર્ગાષ્ટમીએ લોકો મા દુર્ગાને પુષ્પાંજલી આપે છે. તો બીજી તરફ દુર્ગાષ્ટમીના દિવસે વિધિ વિધાનથી મહાગૌરીનું પુજન કરાય છે. મહાગૌરીના પુજન બધા પાપ નષ્ટ થઇ જાય છે. સુખ સમૃઘ્ધિ સાથે અસંભવ લાગતા કાર્યો પણ સંભવ થાય છે.
પુરાણો પ્રમાણે આદ્યશકિત મા દુર્ગાની પુજા દેવ, નર, મુનિ, ગંધર્વ, અસુર દરેક દ્વારા કરાઇ છે. તે કાલી, માયા, દુર્ગા, ચામુંડા, કાન્યાયીની,
જગદંબા, ભવાની હિંગરાજ માતા, કામાષ્યા દેવી વગેરે નામોથી પ્રસિઘ્ધ છે.
કાલે આસોસુદ અષ્ટમીને રવિવારે દુર્ગાષ્ટમી છે દુર્ગાષ્ટમીનું મહતવ ભગવાન રામ સાથે જોડાયેલું છે. ભગવાન શ્રી રામ રાવણ ને જીતવા આસો મહિનાના નવરાત્રીનું વ્રત અને અનુષ્ઠાન કરે છે. ભગવાન જયારે રાવણ સામે યુઘ્ધમાં થાકી જાય છે ત્યારે નારદમુની ભગવાન રામને નવરાત્રીનું અનુષ્ઠાન કરવા જણાવે છે. ભગવાન રામ નવરાત્રીના માતાજીની આરાધના કરે છે. માતાજી આઠમા નોરતે હવન બાદ ભગવાન રામને વરદાન આપે છે કે માટે આ દિવસે હવનનું વિશેષ મહત્વ છે.
આ ઉપરાંત આ દિવસે સરસ્વતી પૂજાનુ પણ મહત્વ વધારે છે. આ દિવસે વિદ્યા તથા ભાગ્ય બળ મેળવવા સરસ્વતીનું પુજન ઉપાસના કરવાથી વિદ્યાબળ તથા સમજ શકિત મા વધારો થાય છે. જીવનની બાધાઓ દુર થાય છે.
દુર્ગાષ્ટમીના દિવસે બંગાળ સમાજ દ્વારા પંડાલોમા ભવ્ય રીતે માની આરતી પૂજા અને હવન કરવામાં આવે છે આ સાથે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું પણ આયોજન કરાય છે. મહત્વનું છે કે દુર્ગાષ્ટમીએ આસુરી શકિત પર સત્યના વિજયનું પ્રતિક છે.