ઘર આંગણામાં કે અગાશી પર શેરડીનો માંડવો બાંધી, તુલસીજીને ચુંદડી ઓઢાડી સાથે શાલિગ્રામ રાખી પુજા કરવી શ્રેષ્ઠ
તુલસીવિવાહ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત
દિવાળી બાદ દેવ ઉઠી અગિયારસ જેનુ હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. ભારત ભરના તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે.
એવી માન્યતા છે કે જે દંપતિને સંતાન રૂપે પુત્રી પ્રાપ્તિ નથી થઇ તો તેઓ તુલસી વિવાહ કરીને ક્ધયાદાન જેટલું જ પુણ્ય કમાઇ શકે છે. તુલસી માતાનેમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે. શાસ્ત્રો મુજબ દેવ પોઢી અગિયારથી ભગવાન સુતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે.પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે.
અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ-લીલા રંગની ચુંદડી ઓઢાડવામા આવે છે. તુલસી વિવાહ સાંજના મુર્હતમાં જ કરવામાં આવે છે.કાલે તા.૨૫-૫ને બુધવાર કારતક સુદ અગિયારસ દેવ દિવાળી છે. દેવ દિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્રશાંત થાય છે. એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્ર્વમેઘ યજ્ઞનુ ફળ મળે છે તથા સૌ રાજસૂય યજ્ઞ કર્યાનુ ફળ મળે છે તથા બધા જ પાપો નાશ પામે છે. દેવ દિવાળીના દિવશે ખાસ કરીને તુલસી પુજાનુ તથા શાલિગ્રામની પુજાનુ મહત્વ વધારે છે સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચુંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાસી ઉપર રાખવા તેના ઉ૫ર શેરડીના સાંઠાનો માંડવો બાંધવો. ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામા આવે છે. ત્યારબાદ શેરડી ધરાવવામાં આવે છે. શેરડીમા ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંમ્પત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. કારતક સુદ અગિયારસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે. દેવ દિવાળીના દિવશે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર ચડાવવા અતિ ઉતમ છે. તુલસી વિવાહ માટેનો શુભ સમય ગૌઘૂલિક સમય છે જયારે ગાયો સાંજે જંગલમાંથી ચરીને પરત ફરે છે તે સમયને ગૌઘૂલિક સમય કહેવાય છે.
કાલે તુલસી વિવાહ માટેને શુભ સમય સાંજના ૬.૦૧થી ૮.૩૮ સુધીનો છે. તુલસી વિવાહ કરવાથી ઘરમા સુખશાંતીમા વધારો થાય છે. અને દામ્પત્ય જીવનમા મીઠાશ આવે છે. જે કોઇ લોકોને પોતાની કુવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલશીવિવાહ લોકો કરાવતા હોય છે. તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છેે. દર વર્ષે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ભાવિકો દ્વારા ઉજવાતો તુલસી વિવાહનો પ્રસંગ દરેક જગ્યાએ મોકૂફ રખાયો છે.