ઈસરોનાં વૈજ્ઞાનિકો સાથે સિધો સંવાદ કરવાની અનેરી તક મળતા છાત્રો ખુશખુશાલ
વિક્રમ સારાભાઈ સ્પેશ એકઝીબીશન, સ્પેશ એપ્લિકેશન સેન્ટર-અમદાવાદ અને ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલનાં સયુકત ઉપક્રમે જામનગર જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળા-કોલેજ તેમજ ખગોળ ક્ષેત્રમાં રસ ધરાવનાર વિદ્યાર્થી,શિક્ષકો અને આમજનતા માટે ત્રિદિવસીય ઈસરો સ્પેશ એકઝીબીશન અને ઈસરોનાં સીનીયર વૈજ્ઞાનિકો સાથે જિલ્લાનાં ખગોળ પ્રેમી લોકોને સીધા જ સંવાદનો અવસર મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. અવકાશ તકનીકીઓ અને એપ્લીકેશનોે ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવી ઈસરો વધુમાં લોકો સુધી પહોંચે, સમાજને સીધોે જ લાભ મળે તેવા અવકાશ આધારીત કાર્યક્રમોનાં ઉપયોગને પ્રોત્સાહન મળે, દ્રશ્ય-શ્રાવ્ય તેમજ વકિંગ મોડેલ્સ દ્વારા બાળકો અવકાશ વિજ્ઞાન સરળતાથી સમજે, અવકાશીય ક્ષેત્રે કારર્કિદી બનાવવા યુવાનોને પ્રરિત કરવાનાં ઉદ્દેશથી આ કાર્યક્રમ પ્રયોજેલ છે.
ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ સ્પેસ એકઝીબીશનમાં ઈસરોના ઈતિહાસની પેનલ, કોર્ટોેસેટ, રીસોર્સસેટ, મંગળયાન, ચંદ્રયાનનાં મોડેલ્સ, ઙજકટ, ૠજકટ, ખઊં-ઈંઈંઈં જેવા લોન્ચ વ્હીકલ અને રોકેટનાં મોડેલ્સ, કૃત્રિમ ઉપગ્રહમાં ઉપયોગી સાચા પાર્ટસ અને સાધનોનું પ્રદર્શન, કૃત્રિમ ઉપગ્રહનાં વકિંગ મોડેલ્સ, કૃત્રિમ ઉપગ્રહની એપ્લીકેશન સમજાવતી પેનલ્સ જોવા મળશે.આ એકઝીબીશનનો આજથી પ્રારંભ થયો છે. જે આગામી તા.૧૨ સુધી ચાલશે.