આવતીકાલે શુક્રવારે બીજા નોરતે રાત્રે ૮.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં જગદંબાની આરતી ઉતારી શક્તિની ભક્તિનો અનેરો લાભ લેશે: આદ્યશક્તિની આરાધના બાદ વિજયભાઇ ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે
“સોળ સજી શણગાર માડી ગરબે ઘૂમવા આજ પધારો…. આદ્યશકિતની અખંડ આરાધનાના અનેરા અવસરનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી હિન્દુ સંસ્કૃતિની પ્રાચીન પરં૫રા મુજબ રંગીલા રાજકોટના યુવાધન માટે નવરાત્રીના નવે નવ દિવસ ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ, ધોળકીયા સ્કુલની સામેના ગ્રાઉન્ડમાં ‘અબતક’રાસ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પટાંગણમાં આજે પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝુમવાના છે. ત્યારે ખાસ ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઇ રૂપાણી ખેલૈયાઓના ઉત્સાહને વધારવા ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવનાં પ્રાંગણે પધારશે. બીજા નોરતાના પાવન દિવસે રાત્રિના ૮.૩૦ કલાકે મુખ્યમંત્રી ‘અબતક’રજવાડી રાસ મહોત્સવમાં જગદંબાની આરતી ઉતારી શકિતની ભકિતનો અનેરો લ્હાવો લેશે. આદ્યશકિતની આરાધના બાદ વિજયભાઇ ખેલૈયાઓના ઉત્સાહને વધારશે.મુખ્યમંત્રીની ઉ૫સ્થિતિમાં ૧૨ હજાર ચો.મી. ના વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે સતત છઠ્ઠા વર્ષે રાજકોટના ૪ હજારથી વધુ ખેલૈયાઓ મન મૂકીને ઝુમશે વી.આઇ.પી. બેઠક વ્યવસ્થા સમગ્ર ગ્રાઉન્ડમાં વરસાદી વાતાવરણને પહોંચી વળવા નીચે પ્લાસ્ટીક સાથે જાજમની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ અવનવી સ્પર્ધાઓના વિજેતા તેમજ પ્રિન્સ અને પ્રિન્સેસ થનારને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. નવમાં નોરતે ખેલૈયાઓ માટે ઇનામોની વણજાર થશે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ખેલૈયાઓ ના પગ આપ મેળે થીરકવા માંડે તેવી હાઇ-ફાઇ ૧,૦૦,૦૦૦ વોટ ડીઝીટલ લાઇન એરર સીસ્ટમ (મુસાણી સાઉન્ડ) ના સથવારે શાહ‚ખ મીર પ્રસ્તુત એસમ ગ્રુપના યુવા સાજીંદાઓ ખેલૈયાઓને ઝુમાવશે. રાજકોટના યુવા પ્લે બેક સીંગર રીયાઝ કુરેશી, અનુ પરમાર, રાજેશ આહિર, દેશી ડાયરાના કલાકાર મીલન કાકડીયા, સુર રેલાવશે. સમગ્ર આયોજનનું માઇક સંચાલન કવિરાજ ભરતદાન ગઢવી સંભાળશે.સમગ્ર આયોજનને સોરામણા મંડપથી કૈલાસ ડેકોરેટસ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે. રાત્રિમાં દિવસ જેવો અહેસાસ કરાવે તેવું જાજરમા ન લાઇટીંગની વ્યવસ્થા હરિકૃષ્ણ લાઇટ ડેકોરેશન સાવરકુંડલા દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટેજ ઉપર એલ.ઇ.ડી. લેઝર લાઇટીંગની સુંદર વ્યવસ્થા ફલેસ એન્ડ વોઇસ લાઇટ દ્વારા કરવામાં આવીછે. સમગ્ર આયોજનમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર સેફટીના સાધનો, હાઇ ફાઇ એચ.ડી. ડીઝીટલ સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.બેલ લેમીનેટ પ્રસ્તુત ‘અબતક’રજવાડી રાસ મહોત્સવમાં આ વર્ષે કંઇક નવું અને અનોખું આપવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમિત કમાણી, વાઇસ ચેરમેન રામ અજાણી, વાઇસ પ્રસીડેન્ટ મોહિત વઘાસીયા, સેક્રેટરી જે.પી. હિરાણી, વાઇસ સેક્રેટરી હેરી પ્રજાપતિ ઇવેન્ટ કો. ઓર્ડીનેટર ગૌરવ પટેલ, હિનેશ સાકરીયા, ઓર્ગેનાઇઝર ગૌતમ ગોસ્વામી, ભરત પટેલ, જીતેન જડીયા, વિજય ઠુંમર, જયદીપ ખૂંટ, વનરાજ ચાવડા, ખોડીદાસ પાંભર, કેવલ લુણાગરીયા, વસીમ ડાકોરા સહીતના કાર્યકરો કાર્યરત છે.