સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર બાબા બાઘેશ્વર હાલ ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં અને અમદાવાદમાં તેમનો બે દિવસે દરબાર યોજાયો ત્યારે હવે તેઓ આગામી એક અને બે જૂને રાજકોટના પ્રવાસે છે તે દરમિયાન તેઓ આવતીકાલે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાબા બાગેશ્વર આવતી કાલે એટલે કે ૩૧ મેના રોજ સોમનાથમાં મહાદેવમાં ચરણોમાં શીશ જુકવવા પહોંચશે. આવતીકાલે કેશોદ એરપોર્ટ પર તેઓ 11 વાગ્યે ઉતરશે. કેશોદથી સોમનાથ તેઓ બાયકાર સોમનાથ મંદિરે પધારશે. તેઓની સાથે અમદાવાદ ઇસ્કોન ગૃપના ચેરમેન પ્રવિણભાઇ કોટક આવશે.
રાજકોટમાં ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીને ચાંદીની ગદા કરાશે અર્પણ
રાજકોટ ખાતે આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર યોજાનાર છે ત્યારે બાબા બાગેશ્વરને ચાંદીની ગદા અર્પણ કરવામાં આવનાર છે. રાજકોટના નામાંકિત બિલ્ડર હિરેન હાપલીયા દ્વારા ચાંદીની ગદા આયોજક કમિટીને સોંપવામાં આવી છે. ઉપરાંત બાબા બાગેશ્વર તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમીન માર્ગના કિંગ્સ હાઈટ ખાતે ઉતારો કરવાના હોય તેવી જાહેરાત આયોજક કમિટી દ્વારા કરવામાં આવી છે.