- નિસર્ગ શાહ શનિવારે સંયમના માર્ગે ચાલશે: વરઘોડા વાજતે-ગાજતે શહેરભરમાંથી નિકળશે
- પૂ.આચાર્યદેવ હર્ષશીલસુરી મ.સા.ની નિશ્રામાં દીક્ષા અંગિકાર કરશે
શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે ચિ . નિસર્ગ હિતેનભાઈ શાહનો તા 06-05 2022 નાં રોજ વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળશે. ત્રણ દિવસ સુધી ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની પાટનગર સમા રંગીલા રાજકોટમાં શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે 4 ર વર્ષ બાદ પૂ . આચાર્યદેવ શ્રી હર્ષશીલ સૂરી મ.સા. પાસે 18 વર્ષનો એક નવ યુવાન નિસર્ગ હિતેનભાઈ શાહ તા.7મી મેં ના શનિવારનાં રોજ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યો છે . આ પ્રસંગે ચિ . નિસર્ગનો અંતિમ વરસીદાનનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો પૂ . સાધુ ભગવંત , સાધ્વીજી ભગવંતની નિશ્રામાં ચતુર્વિધ સંઘની હાજરીમાં આવતી કાલે શ્રી સિધ્ધાર્થનગર સોસયટી , જયરાજ પ્લોટ 1/8 થી બરાબર સવારે 7-30 કલાક થી શરુ થશે તથા રાજકોટ શહેરનાં વિવિધ રાજમાર્ગો પર ફરશે.
આ ભવ્ય વરઘોડાનો રૂટ નીચે મુજબનો રહેશે. શ્રી સિધ્ધાર્થનગર સોસાયટી પેલેસ રોડ ભૂપેંદ્ર રોડ ત્રિકોણબાગ- માલવિયા ચોક પંચાયત ચોક બહુમાળી ભવન ચૌધરી હાઈસ્કુલ , જ્યુબેલી બાગ- ત્રિકોણબાગ ભૂપેંદ્ર રોડ પેલેસ રોડ થઈને શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે ઉતરશે. આ ભવ્ય વરઘોડામાં ઈન્દ્રધજા , 6 ઘોડા , અષ્ટમંગલની આઠ ગાડીઓ , ખાસ નાસિક થી બોલાવેલ બેંડ 6-5 બગી , લતીપૂર થી આવેલ રાસ મંડળી , દીક્ષાર્થી નો રથ , હિંમતનગર થી બોલાવેલ 31 લોકો ની બેન્ડ પાર્ટી , ભગવાનનો રથ , પૂ . સાધુ ભગવંત , સાધ્વીજી ભગવંતો , શ્રાવક તથા શ્રાવિકાઓ ખૂબ જ ઉલ્લાસ પૂર્વક ભાગ લેશે.
આ સમારોહમાં તા 06ઠી મેંનાં રોજ સાંજે બરાબર 07.30 કલાકે વિજય રામચંદ્ર સૂરી નિર્વેદપથ ઉદ્યાન , ત્રિભૂવન ભૂવન , સ્થાનકવાસી બોર્ડિંગ , માલવીયા પેટ્રોલ પંપ સામે , ડો . યાજ્ઞીક રોડ , રાજકોટ ખાતે અંતિમ રાત વિરાગની વાત એ ભવ્ય વિદાય સમારોહ યોજાશે. આ વિદાય સમારોહમાં ખાસ મુંબઈથી આવેલ શ્રી જૈનમ વારૈયા સ્વર માધુર્ય તેમજ અમદાવાદથી ખાસ આવેલ શ્રી ભાવિકભાઈ મહેતા શબ્દ વૈભવને પાથરશે . આ સમયે મુમુક્ષુરત્નનો અંતિમ વિદાય તિલક , છેલ્લો હાર પહેરાવવાની બોલી , શ્રીફળ આપવાની , ચરવડો / કટાસણું / મૂહપતિ વહોરાવવાનો ચઢાવો બોલવામાં આવશે.