બ્રહ્મસેતુ ફાઉન્ડેશન તથા બજરંગ મિત્ર મંડળના સંયુકત ઉપક્રમે આવતીકાલે શહેરના બજરંગવાળી વિસ્તારમાં શાળા નં.૫૯ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે ભારત સરકારના લો કમિશનના સભ્ય તથા બ્રહ્મ સેતુ ફાઉન્ડેશનના સંસ્થાપક અભયભાઈ ભારદ્વાજના હસ્તે દિપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત સંગીત નાટય એકેડેમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ, રામભાઈ મોકરીયા, શહેર ભાજપા મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, વોર્ડ નં.૧૦ના પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ નં.૨ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.

કેમ્પ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવા દિપક ભટ્ટ, નિશ્ર્ચલ જોષી, કે.ડી.કારીયા, ચિરાગ ધામેચા અને જગદીશ પંડીત ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે શહેરના તમામ લોકોને આ કેમ્પનો વિશેષ લાભ મળી રહેશે. કેમ્પમાં જાણીતા ડો.એન.જે.મેઘાણી, ડો.કેતન ભીમાણી, ડો.મૃગાંક મેઘાણી, ડો.જયદીપ યાદવ દર્દીઓનું નિદાન તેમજ સારવાર કરશે. કેમ્પમાં એક સપ્તાહની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. મહિલા સંબંધી રોગોની તપાસ ડો.નીલાબેન જાની તથા ડો.રીચાબેન મહેતા દ્વારા કરવામાં આવશે.

કેમ્પમાં હૃદયના વાલમાં કાણુ, હૃદય મોટુ થવુ, ખંભા, કમરના મણકા, ગોઠણ તથા હાથ-પગના દુ:ખાવા, આધાશીશી, હરસ, સાયનસ, જકડાપણ, પેશાબની તકલીફ, કબજીયાત, લકવા, પક્ષઘાત જેવા દર્દોનું એકયુપ્રેશર દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવશે. સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટ શહેર સહિત બજરંગવાડી વિસ્તારના તથા અન્ય નજીકના વિસ્તારોના લોકોને લાભ લેવા આયોજન ટીમના દિપકભાઈ ભટ્ટ અને હિરેનભાઈ જોશીએ અનુરોધ કર્યો છે. જયાં સુધી રોગમાંથી રાહત ના થાય ત્યાં સુધી દવાઓ સંપૂર્ણ વિનામૂલ્યે સંસ્થા દ્વારા આપવામાં આવશે.

કેમ્પને સફળ બનાવવા માટે બ્રહ્મ યુવા સેતુના નિશ્ર્ચલભાઈ જોશી, મેહુલ ધોળકિયા, નૈમિષ કનૈયા, રાકેશ શીલુ, દર્શન ત્રિવેદી, બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના કે.ડી.કારીયા, પ્રભુદાસભાઈ તન્ના, જીતેન્દ્રભાઈ દામાણી, મનુભાઈ ટાંક, પા‚લભાઈ દાવડા, જગદીશ પંડિત, ચિરાગભાઈ ધામેચા, ધૈર્ય રાજદેવ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.