લોકડાઉનને પગલે લોકો ઘરમાં રહી પૂજા પાઠ કરશે: સોના-ચાંદી, વાહનો, જમીન મકાન સહિતની કોઇ ખરીદી નહીં થાય: માંગલિક પ્રસંગો, ખાતમુહુર્ત, ભૂમિપૂજન, ઉદ્દઘાટન અને વાસ્તુ સહિતના શુભકાર્યો મુલત્વી
વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તીથી એટલે અખાત્રીજ આ તિથીએ દાખ કરવાનું મહત્વ ખુબ જ વધારે છે. હાલ દેશભરમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આવીસ્થિતિમાં ઘરમાં જ રહીને પુજા પાઠ કરવા પડશે.
અખાત્રીજને સ્વય સિઘ્ધ મુહુર્ત કહેવામાં આવે છે. હિન્દુ પંચાગમાં ચાર સ્વય સિઘ્ધ મુહુર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દેવઉઠની એકાદશી, વસંત પંચમી અને ભડલી નોમ સાથે અખાત્રીજને પણ વણજોયું મુહુર્ત માનવામાં આવે છે. અખાત્રીજને અક્ષય તૃતીય તરીકે પણ ઓળખાય છે. અક્ષયનો અર્થ જે કયારેય નષ્ટ થાય નહીં સ્થાહી રહે.
અખાત્રીજના દિવસે જ ઉતરાખંડના પવિત્ર ચારધામ તીર્થયાત્રાના ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવાની પરંપરા છે. પરંતુ કોરોના વાઇરસના કારણે કપાટ ખોલવાની તારીખ આગળ વધારી દીધી છે.
અખાત્રીજના દિવસે કોઇપણ નવી વસ્તુની ખરીદીને શુભ મનાય છે. ખાસ કરીને આ દિવસે સોનાના ઘરેણા ખરીદવા શુભ રહે છે. પરંતુ લોકડાઉનના કારણે શહેરની સોનીબજાર સહિત દુકાનો બંધ રહેશે જેથી માત્ર ઘરે રહીને પુજા પાઠ જ કરી શકાશે.
અખાત્રીજએ સ્વયં સિઘ્ધ મુહુર્ત હોવાના કારણે આ દિવસે શુભ કામ શરૂ ખુબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે કોઇ મુહુર્ત કે ચોઘડીયા જોવાતા નથી હોતા તેથી લગ્ન, સગાઇ, ગ્રહ પ્રવેશ, નવા ધંધાની શરૂઆ, વસ્તુ, વાહનની ખરીદીને શુભ માનવામાં આવે છે. પરંતુ લેાકડાઉનને લઇ કોઇ કાર્ય થશે નહીં.
લોકડાઉનને કારણે કોઇ ખરીદી નહીં થાય દેશભરમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન હોવાથી સોનીબજાર, ઓટો મોબાઇલ ક્ષેત્ર બંધ છે જેથી આ અખાત્રીજે ધરેણા, કાર, બાઇક સહીતની કોઇપણ ખરીદી થશે નહીં.
કહેવામાં આવે છે કે આ દિવસે જ કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા તેમને મળવા દ્વારકા પહોચ્યા હતા. તેઓ પોતાની સાથે થોડા ચોખા લઇને ગયા હતા જેને ભગવાન કૃષ્ણએ ખુબ જ પ્રેમપૂર્વક આરોગ્યા હતા. પરતુ ક્ષોભના કારણે સુદામાએ કૃષ્ણ પાસે મદદ માંગી નહોતી જો કે થોડા દિવસ રોકાઇને સુદામાન જેવા પોતાની પત્ની અને પુત્રો પાસે પરત ફર્યા તો તેમણે જોયું કે પોતાના ટૂટેલા ઝુપડાની જગ્યાએ એક ભવ્ય મહેલ બની ગયો હતો. અને પોતાની પત્ની તથા બાળકોએ રાજસુખ સમાન વસ્ત્રો પહેર્યા હતા. સુદામા તરત જ સમજી ગયા કે આ શ્રીકૃષ્ણની જ કૃપા છે. તેથી જ આજે પણ અક્ષર તૃતિયાના દિવસે દાન દેવાનું ખુબ જ મહાત્મ્ય છે. તો તેની સાથે જ આ દિવસને ઘન સંપતિ સાથે જોડવામાં આવે છે. આ મહાપર્વને દિવસે તમે કોઇપણ શુભ કાર્ય કરી શકો છો. વાહન ખરીદી શકો છો. લગ્ન અને તેના જેવા દરેક શુભકાર્ય માટે આ દિવસે વગર મુહુર્ત જોયે કામ કરી શકો છો.