રાજકોટ શહેર ભાજપ દ્વારા અભયભાઇ ભારદ્વાજનું શાનદાર અભિવાદન

મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, શહેર ભાજપના હોદેદારો સહિત ૧૦૦૦થી વધુ લોકો ફોર્મ ભરતી વેળાએ ઉપસ્થિત રહેશે

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે આગામી ૨૬મી માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે ભાજપ દ્વારા ચાર બઠકો પૈકી બે બેઠકો માટે ઉમેદવારોના નામની ગઇકાલે સાંજે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ અને રમીલાબેન બારા પર પસંદગીનું કળશ ગેળવામાં આવ્યું છે. આવતીકાલે શુક્રવારે ભાજપના રાજ્યસભાના બન્ને ઉમેદવારો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ જાદવત્ર જીતુભાઇ વાઘાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં બપોરે ૧૨ કલાક અને ૩૯ મીનીટના શુભ વિજય મૂહુર્ત ઉમેદવારી ફોર્મ ભરશે આ તકે ૧૦૦૦થી વધુ લોકો હાજરી આપશે. આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા અભયભાઇ ભારદ્વાજનુ શાનદાર અભિવાહન કરવામાં આવ્યુ હતું.

અભયભાઇ ભારદ્વાજ જ્યારે આવતીકાલે બપોરે ૧૨.૩૯ કલાકના શુભ વિજય મૂહુર્ત ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેબીનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તમામ વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ, વકીલો, બ્રહ્મ સમાજના આગેવાનો સહિત ૧૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

અભયકુમાર ગણપરામ ભારદ્વાજ હાલ વકીલાત કરે છે તેઓ મેમ્બર લો કમીશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સભ્ય રહી ચૂકયા છે. કેન્દ્રીય ઔધોગીક જજોની પસંદગી સમીતીનાં સભ્ય છે. તા.૨-૪-૧૯૫૪માં પૂર્જ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં જન્મ થયો હતો. યુગાન્ડા સરકારે ખાસ તેજસ્વી વિદ્યાર્થી તરીકે શિષ્યવૃતિ એનાયત કરી હતી. જીઝા ગુજરાતી મંડળે ૧૩ વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યુ હતું.

એસ.એસ.સી.ભારતમાં કર્યું મુંબઇમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાળામાં અભ્યાસ કર્યો. આઇ.ટી.આઇ.માં એરોનોટીકલ એન્જીનીયરીંગ માટે પ્રવેશ પરીક્ષા પસાર કરી પરંતુ સંજોગો ન હોવાને કારણે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આર્ટસ વિભાગમાં અંગ્રેજી ફીલોસોફી સાથે સ્નાતક થયા. કુરૂક્ષેત્ર ખાતે યોજાયેલ અખીલ ભારતીય લો ડીબેટમાં ૪૧ યુનીવસીર્ટીના હરીફો વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

4. Thursday 2

૧૯૭૭માં જનતા પાર્ટીનું શાશન આવ્યુ ત્યારે ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષનાં મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં થતા અન્યાય સામે લડવા સૌરાષ્ટ્ર કચ્છ અન્યાય નીવારણ સમીતીની રચના કરી. બ્રાહ્મણોમાં એકતા સાંધવા પરશુરામ યુવા સ્થાપના કરી જબરજસ્ત ક્રાંીત ઉભી કરી હતી. ગુજરાતનાં રામ જેઠમલાણીનું બીરૂદ પામ્યા છે.

અભયભાઇએ રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે ઝુકાવતા તેમના હરીફ તરીકે કોઇ વકીલ ઉભા રહેલા નહી અને બીનહરીફ પ્રમુખપદ હાંસલ કરી રાજકોટ બાર એસોે. નું પ્રમુખપદ શોભાવેલ. હાલમાં કિશાનસંઘના ઓલ ઇન્ડીયા સ્તરે લીગલ એડવાઇઝર તરીકે માનદ સેવા આપે છે. ગુજરાતના મોખરાના ફોજખારી વકીલોમાં તેમની ગણના થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં સૌથી નિકટના અંગત મિત્રોમાં અભય ભારદ્વાજ આગવુ સ્થાન ધરાવે છે. આખા હિન્દુસ્તાનમાં ૨૧૦થી વધારે જુનીયરો  ધરાવવાનો અભય ભારદ્વાજ વિક્રમ ધરાવે છે. રમિલાબેન બારા. આદિવાસી નેતા તરીકે જેમની ઓળખ છે.

ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ગુજરાત વિદ્યાપીઠમાંથી બી.એડ કર્યા બાદ રમીલાબેને ૧૯૭૭માં વિજયનગરની મહારાજા હમિરસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૮૬માં તેઓ સેક્શન ઓફિસર બન્યા જે બાદ બઢતી મેળવી તેઓ નાયબ સચિવ બન્યા હતા. જ્યાં તેમણે વર્ષ ૨૦૦૨ સુધી સેવાઓ આપી હતી. પરંતુ ૨૦૦૨માં તેમણે ટછજ લઈ ભાજપ સાથે જોડાણ કર્યુ. ભાજપમાં જોડાયા બાદ વર્ષ ૨૦૦૪માં તેઓ ખેડબ્રહ્મા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.