સમુહલગ્ન આયોજક સમિતિનો સભ્યો ‘અબતક’ની મુલાકાતે
રાજકોટ મેઘવાળ સમાજ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સમાજના કુરીવાજોને મુકિતમાં પ્રયાસ રુપે સમાજને જાગૃત કરવા માટે એક સાથે 10 યુગલો પ્રભુતામાં પગલા પડાશે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા મગનભાઇ ચંદ્રપાલએ જણાવ્યું હતું કે, તેરમા સમુહ લગ્નોત્સવમાં એક સાથે દસ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દર દિકરીઓને ધામધૂમપૂર્વક વળાવવામાં આવશે. પુજય સંતો, મહંતો તેમજ સમાજના અગ્રણીઓ હાજરી આપશે. ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર તા. 26-11-1949 થી તા. 30-4-23 રવિવાર બંધારણ સંવિધાન દિને આ સમુહ લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ લગ્ન મહોત્સવમાં ગાદીપતિ શારદામાં છોટુનાથ સર્વે મંડપ સેવાનાથ આશ્રમ, જુનાગઢ, હિરાભાઇ ખોડાભાઇ સરવૈયા, કાળુભાઇ, રામદાસબાપુ દેવમુરારી વગેરે હાજરી આપશે.
આ સમુહ લગ્નના રોકડ રકમના દાતા મોહનભાઇ દાફડા રૂ. 1100 તથા 501 ગીરધરભાઇ રાઠોડ, રામભરોસે (આર.એમ.સી.) રૂ. 2000 કાંતિભાઇ રામજીભાઇ સાગઠીયા પ0કિલો જાંબુ રૂ.5000 અનિલભાઇ પરમાર, સોનાના દાણા, મેઘવાળ મા. કલ્યાણ ટ્રસ્ટ તરફથી કબાટ, સેટી, ગાદલા, ઓશીકા અને ટીપોઇ, ભરતભાઇ રવજીભાઇ દાફડા (રાજકોટ) ટીફીન મનસુખભાઇ ચાવડા કીટલી, મોહનભાઇ નારણભાઇ ગેડીયા ખુરશી નં.પ, રણછોડભાઇ ખાંભલા – ખુરશી, માવજીભાઇ ચાવડા જાકરીયા, દેવજીભાઇ ચૌહાણ કબાટ, રમેશભાઇ મકવાણા, સંજયભાઇ આહીર, બેડા મગનભાઇ ડી. ગેડીયા, ખુરશી નં. 10 માવભાઇ મેપાભાઇ બથવાર મા. માટલી મંજુલાબેન જગદીશભાઇ રાઠોડ લોટા, અજીતભાઇ એમ. મકવાણા કુકર, દીયાંશ મનનભાઇ ચાવડા, સ્ટીલના ડબા વિરલભાઇ રમેશભાઇ ચાવડા દોરી ચોપર દિકરીઓને કરિયાવાર ભેટ આપવામાં આવી છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે સમુહ લગ્ન આયોજન સમીતીનું ચનાજી એમ. પરમાર, દિનેશ બગડા, મનુભાઇ મકવાણા, મગનભાઇ ચંદ્રપાલ, નારણભાઇ બગડા, માધવભાઇ બથવાર, મહેશભાઇ બાબરીયા, શૈલેશ કોરીયા, પ્રેમજીભાઇ મકવાણા, રમેશભાઇ ચાવડા ઉ5સ્થિત રહ્યા હતા.