લાખો લોકો રક્તભ્રમણ સુધારવા અને લોહીમાં ગાંઠ પડતી અટકાવવા માટે નિયમિત લો ડોઝમાં એસ્પીરીન લેતા હોય છે, જેની સલાહ ડોક્ટરો દ્વારા જ આવવામાં આવતી હોય છે પરંતુ આ દવાના કારણ ક્યારેક અલ્સર થવાની શક્યતાઓ વધી જાય છે એસ્પીરીનને કારણે ઘણીવાર ઘા વાગે તો શરીરમાં આંતરીક લોહીનો સ્ત્રાવ પણ થાય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે એના હેલ્ધી વિકલ્પ તરીકે ટમેટા વાપરી શકો.
જેમને લોહી ગંઠાવાની ગંભીર તકલીફ નથી હોતી તેઓ કાચા ટમેટા વાપરી શકે તેનનાથી રક્તભ્રમણ સુધરે છે. ટમેટાના બીમા બ્લડ ક્લોટીંગ અટકાવીને બ્લડ સરર્ક્યુલેશન સુધારવાની નેચરલ ક્ષમતા છે. રિસર્ચરોએ ટમેટાના બીના સ્ત્વમાં રંગ અને ગંધ વિનાની જેબી ઉમેરીને જે મિશ્રણ બનાવ્યું છે એ લેવાથી બીનો અર્ક બરાબર લોહીમાં ભળે તો તેની અસર ત્રણ કલાકથી અઢાર કલાક સુધી રહે છે.