પાકિસ્તાનમાં ટમેટાન ભાવ આસમાને ચડી ગયા છે. ત્યારે અનેકવાર પાકિસ્તાન ભારત પાસેથી ઘણી વસ્તુઓ ખરીદતુ હોય છે પરંતુ હાલ ભારત-પાકના સંબંધ તંગદીલી ભર્યા બન્યા છે. ત્યારે પાકિસ્તાન ભારત પાસેથી કોઇ પણ પ્રકારનો માલ ખરીદશે નહી તે પાકના ખાદ્યસુરક્ષા મંત્રીએ જણાવ્યું છે.
દર વર્ષે ભારતમાંથી આયાત કરાયેલ શાકભાજી જ પાકિસ્તાનમાં બજારોની માંગ પૂર્ણ થાય છે. લાહોર અને પંજાબમાં રુ.૩૦૦ના કિલો ટમેટા વેચાય છે. જ્યારે રાવલપીંડી અને ઇસ્લામાબાદમાં રુ.૨૦૦ના કીલો સુધી ટમેટા વેચાય છે.
ખાદ્ય સુરક્ષા મંત્રી બોસ્ટાએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાનમાં ટમેટા અને ડુંગળીની અછત કેટલાક દિવસ બાદ પૂર્ણ થઇ જશે.
જ્યારે બલુચીસ્તાનમાં ઉગેલા પાકને લગાવવામાં આવશે મને તે બજાર સુધી પહોંચશે આ સંકટથી નીપટવા માટે પાક સરકારે કેટલાક સ્થળોએ ૧૩૨થી ૧૪૦ રુ. પ્રતિ કીલો ટમેટા વેચવાનું શરુ કર્યુ છે.