ટમેટું રે ટમેટું…. ઘી-ગોળ ખાતું તું….નદીએ ન્હાવા જાતું તું….
ટમેટાના ભાવ રૂ. 200એ પહોંચતા ફુગાવાના લક્ષ્યાંકને પણ અસર થવાની ભીતિ : મેકડોનાલ્ડ્સે પણ બર્ગરમાં ટમેટાની સ્લાઈસ નાખવાની બંધ કરી દીધી
માનવજાતની પ્રકૃતિ છે કે જે વસ્તુ સરળતાથી મળે છે તેની ક્યારેય કદર થતી નથી. ટમેટા સાથે પણ આવું જ બન્યું છે. ક્યારેય તેની કદર થઈ ન હતી. કારણકે કે રૂ.5થી 20માં કિલોના ભાવે ઘા ખાતું હતું. હવે જ્યારે ટમેટાના ભાવ આસમાનને આંબ્યા છે ત્યારે લોકોને તેની કદર થવા લાગી છે.
ટમેટાના ભાવ હાલ સ્થાનિક માર્કેટમાં રૂ. 200ને પાર પહોંચ્યા છે. ટમેટાના ભાવમાં તાજેતરનો વધારો હેડલાઈન ફુગાવાના અનુમાનને જોખમમાં મૂકી શકે છે, જેણે ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વધુ સારા પુરવઠા વ્યવસ્થાપનનું સૂચન કર્યું હતું. બાસ્કેટનો માત્ર એક નાનો હિસ્સો હોવા છતાં , ટામેટા, ડુંગળી અને બટાટા હેડલાઇન ફુગાવાની અસ્થિરતામાં મુખ્ય ફાળો આપે છે.
જાન્યુઆરી 2011 થી માર્ચ 2021 ના સમયગાળા માટે ટમેટા, બટાકા અને ડુંગળીના દૈનિક ભાવમાં કેવી રીતે અસ્થિરતાનું પ્રસારણ થયું તેની તપાસ કરતા, અભ્યાસ જૂથે જણાવ્યું હતું કે ભાવમાં વધઘટ સામાન્ય રીતે સામાન્ય પુરવઠાના આંચકાને કારણે હતી જેમાં કમોસમી વરસાદથી લઈને કોમોડિટીના સંગ્રહનો સમાવેશ થાય છે.
મોંઘવારીની અસરને કારણે આ રોજબરોજનું શાક રસોડામાંથી ગાયબ થઈ ગયું છે અને હવે ફાસ્ટ ફૂડ કંપનીઓએ પણ ટામેટાં છોડી દીધા છે. તાજેતરનો કિસ્સો મેકડોનાલ્ડ્સનો છે, જેણે તેના સ્ટોર્સ પર ગ્રાહકો સાથે સૂચના શેર કરી છે કે તે સમય માટે તેની કોઈપણ વસ્તુઓમાં ટામેટાંનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સ્ટોર્સ પર નોટિસ લગાવીને માહિતી આપવામાં આવી છે.
અહેવાલ મુજબ, કંપની દ્વારા આ મોટો નિર્ણય ટમેટાંની કિંમતોમાં ભારે ઉછાળાને કારણે લેવામાં આવ્યો છે. મેકડોનાલ્ડ્સના સ્ટોર પર નોટિસ લગાવીને કંપનીએ કહ્યું છે કે હવે ટમેટાંને અહીંની વસ્તુઓમાં ઉપયોગમાં નહી લેવાય. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ‘અમારા તમામ પ્રયાસો છતાં અમને પૂરતા અને સારી ગુણવત્તાના ટામેટાં મળી શક્યા નથી. આવી સ્થિતિમાં ટામેટાંની ગુણવત્તા નબળી હોવાને કારણે અમે અમારી ખાદ્ય ચીજવસ્તુઓમાં ટામેટાં આપી શકતા નથી.