પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાની અભિયોગ્તાની કસોટી ટેટ-૧ની પરીક્ષા આવતીકાલે લેવામાં આવનર છે. જેમાં રાજકોટ જીલ્લામાં કુલ ૧૮ થી વધુ ઉમેદવરો નોંધાયા છે. રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ટેટ ૧ની પરીક્ષાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ધો.૧ થી ૫ લોઅર પ્રાઈમરીમાં શિક્ષક બનવા માટે ટેટ.૧ની પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે. જેના માટે રાજકોટ જીલ્લામાં ૧૮૨૫૧ ઉમેદવારો નોંધાયા છે. જેના માટે ૬૫ બિલ્ડીંગમાં ૬૧૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પરિક્ષા માટે ૬૧૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે ૩.૩૦ થી ૫ વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષામાં પેપર સંપૂર્ણપણે ઓએમઆર પધ્ધતિનું લેવાશે. પરીક્ષા માટે રાજય પરીક્ષા બોર્ડના ઓબ્ઝર્વર રાજકોટ આપશે. ખાસ તો પરીક્ષાર્થીઓને પરીક્ષામાં ઈલેકટ્રોનીક ઉપકરણો કે અન્ય ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.