માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયની મહત્વની ઘોષણા

હવે ટોલટેકસ નાકાથી નાકા નહી પરંતુ અંતર મુજબ લાગશે જી હા, કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રાલયે નવી ટોલ ટેકસ નીતિ જાહેર કરી છે. જેના અંતર્ગત વાહને કેટલું અંતર કાપ્યું છે.

તે મુજબ ડીસ્ટન્ટ બેઇઝડ ઇલેકટ્રોનિક ટોલિંગ કરાશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અમેરીકા, કેનેડા અને ઓસ્ટ્રેલીયામાં વર્તમાન સમયમાં આ ડીસ્ટન્સ્ બેઈઝડ ઇલેકટ્રોનિક ટોલિંગ સીસ્ટમ અમલમાં છે. હવે ભારતમાં પણ આ પશ્ર્ચિમી દેશોની માફક વાહને મુસાફરી કરેલા અંતર મુજબ જ ટોલ ટેકસ વસુલવામાં આવશે.

રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટ્રીના સેક્રેટરી રધુવીર યાદવે નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં માહીતી આપતા વધુમાં જણાવ્યું હતું કે નવી ટોલ ટેકસ પોલીસી મુજબ કેંન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટ્રી આવતા એક વર્ષ કે તેનાથી પ ઓછા સમયમાં નવી ટોલટેકસ નીતિ લાગુ કરી દેવા માગે છે. જેથી વાહન ચાલકો પર વધારાનો ટોલ વેરો ભરવાનો બોજો ઓછો કરી શકાય કે દુર કરી શકાય. આ એક ઇન્ટેલીજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ છે જે ભારતમાં હવે ખુબ જ જલ્દી લાગુ થવા જઇ રહી છે. જે કેનેડા, ઓસ્ટ્રેલીયા અને અમેરીકા જેવા પશ્ર્ચિમી દેશોમાં તો ઘણા વર્ષોથી અમલી છે. યાદવે પત્રકાર પરિષદમાં ‚િ૫યા ૬૧૫  કરોડની રો રો ફેરી .સર્વિસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આને સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયની ઉ૫લબ્ધિ ગણાવી હતી.

તેમણે અંતમાં અમદાવાદ મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.