શહેરની હદમાં અનિચ્છનીય સમસ્યાઓ નિવારવા કરાયો નિર્ણય
ટોલ પ્લાઝા શહેરોની હદોમાં પ્રતિબંધિત કરાશે આ માટે નેશનલ હાઈવેઝ ઓપ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એનએચ એઆઈ)એ શહેરો અને અન્ય ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી ટોલ પ્લાઝાને દૂર કરવા ભલામણ કરી હતી કેમકે, ટોલ પ્લાઝા પર સામાન્ય રીતે હેવી વેઈય વાહનોથી ટ્રાફીક અને વાયુપ્રદૂષણની સમસ્યા ઉભી થાય છે. આથી આ ગંભીર સમસ્યા નિવારવા ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે.
આ સિવાય જાહેર સાહસો અંગેની સમિતિએ ટોલ પ્લાઝાઓ પર અવારન વર થતી તોડફોડ, હુમલા, લૂંટ અને એવી ગુનાઈત પ્રવૃત્તિઓને ડામવા માટે પૂરતી સંગ્રહ ક્ષમતાવાળા સીસીટીવી સ્થાપિતક કરવા હાઈવે ઓથોરિટીના સતાધીશોને વિનંતી કરી છે. એક અહેવાલમાં પેનલે નોંધ્યું છે કે શહેરોમાં અથવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ટોલ પ્લાઝાનું સ્થાન ઘણી બધી રીતે અસુવિધા ઉભી કરે છે. એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે અમુક ટોલ કાઉન્ટર્સ બિન કાર્યરત છે. ખર્ચ ઘટાડવા માટે આવા બિન કાર્યરત ટોલ કાઉન્ટર અંગે વિચારવું જોઈએ.
આ સિવાય એનએચએઆઈ હેલ્પલાઈન શ‚ કરવાની પણ ભલામણ છે. યુપીના બુલંદશહેર ટોલ પ્લાઝા પર બનેલી અનિચ્છનીય ઘટના બાદ એનએચએઆઈ મોબાઈલ એપ પણ વિકસાવવી જોઈએ.એકંદરે, હવે ટોલપ્લાઝા શહેરોની હદોમાં નહી હોય કેમકે તે પ્રતિબંધીત કરાશે.