અબતક, ટોક્યો
ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતનું ઝળહળતું પ્રદર્શન રહ્યું છે. જેમાં ભારત તરફથી પ્રથમ આઇએએસ બેડમિન્ટન ખેલાડી સુહાસ યથીરાજે જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યો છે. સુહાસે જર્મનીના નિકલાસ પોટને મ્હાત આપી હતી.
ભારતના બેડમિન્ટન ખેલાડી સુહાસ યથીરાજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પુરુષ સિંગલ્સ શ્રેણી ગ્રુપ એ ની પ્રથમ મેચ જીતી છે. સુહાસે આ મેચ સરળતાથી જીતી લીધી. આ મેચમાં તેણે જર્મનીના નિકલાસ પોટના પડકારનો સામનો કર્યો હતો.
સુહાસ યથીરાજ ભારત તરફથી પેરાલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ આઈએએસ કક્ષાના અધિકારી છે. તેમને બેડમિન્ટનની રમતમાં ભૂતકાળમાં પણ દેશને મેડલ્સ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સુહાસ ઉત્તર પ્રદેશના નોઈડાના ડીએમ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર તે દેશના પ્રથમ આઈએએસ અધિકારી છે. કોરોના વચ્ચે, તેના પર ઘણી જવાબદારીઓ હતી, પરંતુ આ બધું સંભાળતી વખતે, તેણે તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેવામાં સફળ રહ્યા. અહીં તેમણે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
સુહાસ યથીરાજે બ્રાઝિલ ઓપન અને પેરુ ઓપનમાં ભાગ લીધો હતો જ્યાં તે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ પ્રદર્શનના આધારે તેની વર્લ્ડ રેન્કિંગ ત્રણ પર આવ્યા હતા. આ પછી સુહાસ કોઈ ટુર્નામેન્ટ ન રમી શક્યા, પરંતુ વર્લ્ડ રેન્કિંગ તેને પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ મળી હતી.