ચાનુએ દેશને પ્રથમ ચંદ્રક અપાવ્યો: મેડલ જોતાં જ માતા-પિતા રડી પડ્યા
મારી પુત્રીએ મેડલ જીત્યો તે ક્ષણ દરમિયાન હુંઅને તેના પિતા બંન્નેના આંખમાં હરખના આંસુ હતા. તેના પિતા સાઇખોમ ક્રિતી મીતી અને માતા સાઈકોમ ઓમબી ટોમ્બી લીમાએ કહ્યું કે અમે ખુશીથી ઉછળી ઉઠ્યા. આંખ ખુશીના આંસુ સાથે છ્લકાઈ ગઈ. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુની સફળતા માટે તેણીની સખત મહેનત જવાબદાર છે. તેની બધી મહેનત સફળતા તરફ દોરી ગઈ છે.

  • હું ખુશ છું, દેશને મારી પાસેથી આશાઓ હતી
    ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યા બાદ મીરાબાઈ ચાનુનું નિવેદન

  • ટેબલ ટેનિસ | પોલેન્ડની ખેલાડી પોલિશ પેરાલિમ્પિયન પાર્ટીકાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ
    partikaપોલિશ ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન નતાલિયા પાર્ટીકાએ ઓસ્ટ્રેલિયાની મિશેલ બ્રોમલીને 4-0થી હરાવી.પાર્ટીકા, 31 વર્ષીય છે. જે દિવ્યાંગ છે. જમણો હાથ નથી. તે ચોથી ઓલિમ્પિક્સ અને છઠ્ઠા પેરાલિમ્પિક રમતોમાં પોલેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે રવિવારે બીજા રાઉન્ડમાં ટોક્યો મેટ્રોપોલિટન જિમ્નેશિયમમાં ઇજિપ્તની દિના મેશ્રેફ સામે ટકરાશે.
  • ટેબલ ટેનિસ અપડેટ | સુતીર્થની જીત
    સુતીર્થ મુખર્જીએ વિમેન્સ સિંગલ્સ રાઉન્ડ 1માં સ્વીડનની લિંડા બર્ગસ્ટ્રોઇમને 5-11, 11-9, 11-13, 9-11, 11-3, 11-9, 11-5થી હરાવી
  • ઓલિમ્પિકમાં સિંગલ્સ મેચ જીતનાર ત્રીજો ભારતીય બન્યો સુમિત નાગલ
    ટોકયો ગેમ્સમાં ડેનિસ ઇસ્તોમિનને ત્રણ સેટમાં હરાવીને સુમિત નાગલ 25 વર્ષમાં ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સ ઇવેન્ટ જીતનાર ત્રીજા ભારતીય ટેનિસ ખેલાડી બની ગયા છે, નાગલે બે કલાક અને 34 મિનિટ સુધી ચાલેલી મેચમાં ઇસ્ટોમિનને 4, 6. 7, 6. 4થી પરાજિત કર્યો
  • ટેબલ ટેનિસ-મહિલા સિંગલ્સ રાઉન્ડ 1માં સુતીર્થ મુખર્જી VS સ્વીડનની લિંડા બર્ગસ્ટ્રોઇમ વચ્ચે મુકાબલો
  • રમત જગત માટે વિશ્વની સૌથી મોટી કોઈ રમત પ્રતિયોગિતા હોય તો તે ઓલમ્બિક છે. જેમાં વિશ્વ ભરના ખેલાડીઓ ભાગલેવા ઉત્સુક હોય છે. ટોક્યો ઓલિમ્પિક-2020ની રંગે ચંગે શરૂઆત થઈ ગઈ છે. જેમાં ભારતને નામ પ્રથમ મેડલ વેઇટ લિફ્ટિંગમાં થયો છે.
  • વેઇટલિફ્ટર મીરબાઈ ચાનુએ 49 કિગ્રાની વેઇટ લિફ્ટિંગ રમતમાં સિલ્વર જીતી ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો છે.

પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છા, ટ્વીટ કરી આનંદ વ્યક્ત કર્યો,,

 

  • કોરીયાની ટીમ સામે દીપિકા કુમારી અને પ્રવિણ જાધવની જોડીને 2-6થી હાર
  • યુપીના મેરઠના ખેલાડી સૌરભ ચૌધરીનો  10 મીટરની એર પિસ્તોલની ફાઈનલમાં પ્રવેશ
    અગાઉ સૌરભ ચૌધરીનો પહેલા સ્થાન સાથે થયો હતો પ્રવેશ હવે સાતમા સ્થાને મુકાયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.