રમત જગત માટે વિશ્વની સૌથી મોટી કોઈ રમત પ્રતિયોગિતા હોય તો તે ઓલમ્બિક છે. જેમાં વિશ્વ ભરના ખેલાડીઓ ભાગલેવા ઉત્સુક હોય છે. ત્યારે વર્ષ ૨૦૨૦માં ઓલમ્પિક્સનું યજમાન પદ જાપાનનું ટોક્યો શહેર કરવાનું હતું. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ઓલમ્પિક પ્રતિયોગિતા એક વર્ષ મોડી કરવામાં આવી છે. જે ૨૩ જુલાઇના રોજ એટલેકે આજના દિવસે શરૂ થઈ છે.
ટોક્યો ઓલમ્પિકનું શેડ્યુલ જાહેર: ભારતીય રમતવીરો ‘મેદાન’ મારવા સજ્જ
જાપાનના ટોક્યો શહેરમાં શરૂ થયેલ ઓલમ્પિક્સમાં ભારત સહિતના અનેક દેશોના ખેલાડીઓ બાગ લેવા પહોચ્યા હતા. ઓલમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતે ઓલ્મિપિકસમાં 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે આ વર્ષેની ઓલમ્પિસમાં ભારતને વધૂ ગોલ્ડ મેડલ મેળવવાની આશા છે. ભારતના 119 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલ્મિપિકમાં ભાગ લેવા માટે ગયા છે.
તીરંદાજીઃ
ભારતની મહિલા તીરંદાજ દિપીકા કુમારી પાસેથી મેડલની સૌથી વધુ આશા છે. 2021માં તીરંદાજીના પેરીસ ખાતે યોજાયેલા વર્લ્ડ કપમાં દિપીકાને 3 ગોલ્ડ મેડલ મળ્યા હતા. સાથે જ તે હાલ વિશ્વની નંબર 1 મહિલા તીરંદાજ પણ છે. તરૂણદીપ રાય, અતાણુ દાસ અને પ્રવિણ જાધવ પણ તીરંદાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
??????? ?????! ?? pic.twitter.com/FscLKoTvid
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 23, 2021
એથ્લેટિક્સઃ
અત્યાર સુધીના ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે એથ્લેટિક્સની ટીમ વધુ ચર્ચામાં નથી રહી. પણ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની એથ્લેટિક્સની ટીમ પાસેથી પણ મહદ અંશે મેડલની આશા છે. ભારત તરફથી આ વખતે 27 એથ્લીટ્સ ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેવેલિન થ્રોના ખેલાડી નીરજી ચોપડા પાસેથી દેશને મેડલની આશા છે. નીરજ ચોપડા વર્ષ 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં અને એશિયન ગેમ્સમાં મેડલ મેળવી ચુક્યા છે. આ જ કેટેગરીમાં શિવપાલ સિંહ પણ છે. જ્યારે, અમોલ જેકોબ, રાજીવ અરોકીયા, મહોમ્મદ અનાસ, નાગનાથન પાંડી અને નોહા નિર્મલ ટોમ, અવિનાશ સાબ્લે, એમ. પી. જબ્બીર, એમ શ્રીશંકર, તેજિંદર સિંહ તૂર, સંદીપ કુમાર અને રાહુલ રોહિલા અને ગુરપ્રિત સિંહ ભાગ લેશે.
View this post on Instagram
બેડમિન્ટનઃ
બેડમિન્ટ રમતમાંથી પણ ભારતને ગોલ્ડ મેડલની આશા વધુ છે. જ્યારથી સાઈના નહેવાલ 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લાવી છે. ત્યારથી દેશમાં બેડમિન્ટનનું સ્તર ઉંચું આવ્યું છે. અને ખેલાડીઓ પણ સારા આવ્યા છે. આ વખતે 4 ભારતીય શટલર્સ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. મેન્સ સિંગ્લસમાં બી. સાઈ પ્રણીથ, વૂમન્સ સિંગ્લસમાં પી વી સિન્ધુ અને મેન્સ ડબ્લસમાં સ્તવિકસાઈરાજ રાણકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સમાવેશ થાય છે.
સહિતની રામતોમાં ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જાપાનના ટોકિયો શહેર ખાતે અંતરરાષ્ટ્રીય સ્તરની ઓલમ્પિક સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના મોટાભાગના દેશોના ખેલાડીઓ ભાગલેનાર છે. ત્યારે વિશ્વના ઘણા દેશોના રાષ્ટ્રપતિ અને નેતાઓ ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેનાર છે. ટોક્યો ખાતેની ઓલમ્પિક ઓપનિંગ સેરેમની પહેલા ભારતીય ખેલાડી મેરિકોમ અને ભારતીય હોકી ટીમના કેપ્ટન માનપ્રિત સિંહે ટ્વિટર પર ફોટો શેર કર્યા હતા.