ધો.૭ થી ૮ ના વિઘાર્થીઓએ ખાદ્ય પદાર્થોની શુઘ્ધતા અને ખેત ઉત્પાદનને અંગે જાગૃતિ લાવવા પદયાત્રા યોજી: વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા
પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા બાલભવન, રેસકોર્ષ ખાતે ધોરણ-૭ અને ૮ ના વિઘાર્થીઓ દ્વારા ખેત ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થોમાં ખરાઇ, શુઘ્ધતા અને સ્વનિર્ભરતા બાબતે જન જાગૃતિ લાવવા માટે ‘થિન્ક ગ્લોબલ, ઇટ લોકલ’ પરિવર્તન ડ્રાઇવ યોજાઇ હતી.
જેમાં વિઘાર્થીઓએ પદયાત્રા, શેરી નાટક, ખાદ્ય પદાર્થોને લગતા વૈજ્ઞાનિક પ્રયોગો રજુ કરી જાહેર જનતા સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.આમ તો બહેરાશ અનેક પ્રકારની હોય છે જેમાં ખરેખર બેરા અને ધ્યાન બેરા વચ્ચે તફાવત રહેલ છે.જયારે તમે બેરા વ્યક્તિની બધીરતા અંગે જાણો જ છો પરંતુ ધ્યાન બેરા લોકો સાંભળીને પણ વાતને નકારી કાઢે છે.
જાણે બહેરા થવાની સ્પર્ધા હોય તેમ લોકો કાનમાં હેન્ડસ્ફ્રી ચડાવીને ઈગ્નોરાય નમ:નો શ્લોક ખરેખર જીવનમાં ઉતારતા હોય છે.આમ આજની લાઈફ સ્ટાઈલમાં એટલો ફેર આવ્યો કે પહેલાના બાળકો પાસેથી વાર્તાઓ સાંભળતા આજના એ જ બાળકો મોબાઈલ વીના સુવાનું પસંદ કરતા નથી.
સારૂ ખાવાની આદત કેળવવી જરૂરી: સુધાંશુ
પ્રિન્સીપલ ઓફ પોદાર સ્કુલના જણાવ્યા મુજબ આજની રેલી પરીવર્તન ક્રાઇવ જે રેસકોર્ષ રોડ પર ચાલુ કરવાના છીએ જેનો મુખ્ય હેતુ ઇટ લોકલ થીંક ગ્લોબલ છે. જે રેલી દ્વારા આજના સમયમાં જે અનાજ આપણે ખાઇએ છીએ એ તાજુ અને સારુ હોવું ખુબ જ જરુરી છે જે આપણે ખાઇએ છીએ જેને સારી રીતે જોવાની બાળકોમાં આદત બનાવવાની જરુર છે.
સારુ અનાજ ખાઓ અને તંદુરસ્ત બનો. જંગ ફુટ, પેકેજ ફ્રુડ, આટ સાઇટ ફુડ એનાથી કેવી રીતે દુર રહેવું જોઇએ અત્યારે બાળકો પેકેજ ફુડ વધુ પસંદ કરતા હોય છે. જે મહિના જેટલા જુના હોય છે. બાળકોને પૂછીએ કે અનાજ કે ખાવાનું કયાંથી મળે તો બાળકો મોલ કે શોપનું જ નામ આપશેે.
મતલબ પ્રાથમીક જ્ઞાન પણ હોતું નથી. આ ઇંટ લોકલ અને થીંગ ગ્લોબલની અંદર જે ખેડુતો છે જેને આપણે અમુક અંશે ભુલી ગયા છે કોઇપણ વસ્તુ જોઇએ જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ એ બધી જ વસ્તુ બધી જ ખેડુતો દ્વારા જ મળે છે. અત્યારના બાળકોને ખબર જ નથી હોતી કે મેંદો કેવી રીતે બને છે. એમાં શું શું પ્રોસેસ થાય છે પોદાર સ્કુલ દર વર્ષે નવી નવી ઇવેન્ટ કરતી હોય છે. આ રેલીમાં છ અને સાતમાં ધોરણના વિઘાર્થીઓએ ભાગ લીધો છે.
ખેડુતોને તેમની મહેનતનો લાભ મળવો જોઇએ: નુપુર
પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી નુપુરે જણાવ્યું હતું કે અમે પરીવર્તન ડ્રાઇવ કરી છીએ. અમારી રેલીનો મુખ્ય હેતુ લોકોને અવેર કરવાનો છે કે થીંક ગ્લોબલ એન્ડ ઇટ લોકલ જેમાં ખેડુતો શું શું કરે છે તેને કેટલી મહેનત કરવી પડે છે. સરકાર ખેડુતો માટે જે કરે છે તે ખેડુતો માટે લાભદાયી છે કે નહી એની મહેનત બધી જ માહીતી લીધેલી છે.
જમવું સારું, જમાડવું સારૂ: હર્ષલ કાનાણી
પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના વિઘાર્થી હર્ષલ કાનાણીએ જણાવ્યું હતું કે અમારી રેલીનો મુખ્ય હેતુ થીંક ગ્લોબલ એન્ડ ઇંટ લોકલ નો છે. આપણે જે અનાજ લઇએ છીએ કે કેવી રીતે બને છે તેમજ મુખ્ય વિષય ખેડુત પર જ રાખવામાં આવ્યો છે કે ખેડુતો કેટલી મહેનત કરે છે અનાજ કેવી રીતે ઉગાડે છે. અનાજ કેવી રીતે ઉગાડે છે. તેમજ આપણે પણ સારું જમવું જોઇએ. જંગ ફુડ અને પેકેજ ફુડનો ઓછો ઉપયોગ કરવો જોઇએ.