લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતી નગર પાલિકા વેપારીઓ માટે ઓરમાયુ વર્તન વેપારીઓને પૂરતી સુવિધા મળતી નથી

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટ એટ લે બાવન ગામ નું અથાણું કહેવાય જ્યારથી વેપારીઓ પાસે માલ ખરીદી કરવા માટે સવારથી સાંજ સુધી નાના મોટા વેપારીઓ મહેતા માર્કેટ માં આવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની મહેતા માર્કેટમાં જબરજસ્ત સમસ્યાઓથી ધેરાયેલી આ મહેતા માર્કેટ ની આરતી વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની નગરપાલિકા લાખો રૂપિયાનો ટેક્સ વસૂલી અને વેપારીઓને સુવિધા આપવામાં 0 સાબિત થઈ છે ત્યારે વેપારીઓમાં મોટાપાયે કચવાટ જોવા મળી રહ્યો છે અને હાલમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ આખી માર્કેટ દુર્ગંધયુક્ત બની ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા અવાર-નવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ સુવિધા આપવામાં આવતી નથી જેના પાછળ નું કારણ શું તે વેપારીઓ પૂછી રહ્યા છ.

1655527227297

મહેતા માર્કેટમાં ટુ-વ્હીલર્સથી માંડીને 14 વ્હીલના ટ્રક સુધીના ભારે વાહનોની સતત અવરજવર રહે છે. જથ્થા બંર્ધ અને છુટક વેપારથી ધમધમતી આ માર્કેટમા વેપારીઓ મજુરો અને ખરીદદારોની સતત અવર જવર રહે છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ માર્કેટના રસ્તાઓ બિસ્માર બની ગયેલ છે. રસ્તા ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે. લારીમાં વજનદાર સામાન ભરીને બિસ્માર રસ્તેથી પસાર થતા મજુરોની હાલત કફોડી બની જાય છે. ચોમાસામામાં ભારે વરસાદ આવતા પસાર થઇ શકાતુ નથી.

સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટ જ્યાં અંદાજીત 500 થી વધુ દુકાનદાર રોજગારી મેળવી રહ્યા છે જ્યાં નગરપાલિકા દ્વારા કોઇ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી નથી ત્યારે વેપારીઓ જાહેરમાં યુરીનલ કરી રહ્યા છે અને હા મહેતા માર્કેટના 500થી વધુ દુકાનદારો તેમજ બહારથી હટાણું કરવા આવતા લોકો કોઈપણ પ્રકારની મહેતા માર્કેટમાં સુવિધા ન હોવાના કારણે જાહેર માર્ગોઉપર યુરીનલ કરી અને રોડ રસ્તા ની બસ સુરતી પણ કરી રહ્યા છે ત્યારે હાલમાં ચોમાસાની સીઝનને લઈને સામાન્ય વરસાદથી આજુબાજુના દુકાનદારોમાં દુર્ગંધયુક્ત હવામાં ફેલાઈ રહ્યું છે.

1655527227313

સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં  શૌચાલયની સગવડતા ન હોવાના કારણે વેપારીઓ જાહેર માર્ગોઉપર યુરીનલ કરી રહ્યા છે ત્યારે સાફ-સફાઈ નો પણ મોટી માત્રામાં જોવા વર્તાઈ રહ્યો છે અને વહેલી સવારના તો બહારના રાજયોમાંથી આવતી ટ્રકોના ચાલકો દેશી તેમજ વિદેશી દારૂનો નશો કરતા હોવાના કારણે વહેલી સવારે મેતા માર્કેટમાં વિદેશી દારૂની ખાલી બોટલો પણ અસંખ્ય માત્રામાં જોવા મળે છે તેમજ દેશી દારૂની કોથળીઓ પણ અસંખ્ય યુરીનલ વિભાગમાં જોવા મળતી હોય છે ત્યારે રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે પરંતુ રાત્રિના સમયે મહેતા માર્કેટમાં બહારના રાજ્યોમાંથી આવતા ટ્રકના ચાલક અને તપાસ કરી અને નશાની હાલતમાં જોકેસ કરવામાં આવે તો આવા નશાખોર ડ્રાઇવરો અસંખ્ય ઝડપાય તેવી સ્થિતિ પણ જાણવા મળી રહી છે.

ત્યારે અનેક સમસ્યાઓનો સામનો કરતી સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટની સમસ્યાઓ માટે નો તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા નગર પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના સરકારી અધિકારીઓ ભેગા મળી અને તપાસ કરી અને સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી હાલમાં વેપારીઓ માંથી માંગણી ઉઠવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.