જો મોદી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કાયદો નહીં લાવે તો જોયા જેવી
૨૦૧૪માં રામમંદિર નિર્માણનું વચન આપી ચૂંટણી જીતનાર કેન્દ્રની મોદી સરકાર જો રામમંદિર નિર્માણ કરવા ખાસ કાયદો નહી લાવે તો અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરવા ખાસ ચળવળ શરૂ કરવા ડો. પ્રવિણ તોગડીયાએ ચીમકી ઉચ્ચારી છે.
પત્રકાર પરિષદમાં વિશ્ર્વહિન્દુ પરિષદમાં કાર્યકારી પ્રમુખ ડો. પ્રવિણ તોગડીયાએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ મુદે કેન્દ્રનાં યુ ટર્ન જેવી નીતિની તીખી આલોચના કરતા જણાવ્યું હતુ કે, ૨૦૧૪માં રામમંદિર નિર્માણનું વચન આપનાર સરકાર છેલ્લા છ માસથી કોર્ટમાં કેસ ચાલતો હોવાનાં બહાના રજૂ કરી રહી છે. જો કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ખાસ કાયદો ઘડી સંસદમાં પસાર નહી કરે તો વીહીપ દ્વારા ફરી એકવાર રામ મંદિર નિર્માણ માટે ચળવળ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,