‘સત્તા પાસે શાણપણ નહીં’ તે ગુજરાતી કહેવત વિશ્ર્વ હિન્દુ પરીષદના પ્રમુખ હિન્દુ નેતા ડો. પ્રવીણ તોગડીયાના કેસમાં બરોબર ફીટ બેસે છે. હવે તેઓ ‘મોટાભાઇ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનાવવા હવાતિયા મારી રહ્યા છે. ટૂંકમાં ‘અસુરક્ષિત’ તોગડીયાનું હવે મોદી શરણમ ગચ્છામી થયું છે.

મને સાંભરે રે, તને કેમ વીસરે રે…. તોગડીયાએ વડાપ્રધાન મોદીને મોકલેલા મેસેજમાં એક થી વધુ વાર તેમને ‘મોટાભાઇ’ કહીને સંબોઘ્યા છે અને યાદ દેવડાવ્યું છે કે આપણે બંને હિંદુત્વના ‘સિંહ-વાઘ’છીએ. તેમણે મેસેજમાં રાષ્ટ્ર અને હિન્દુત્વના રક્ષણની દુહાઇ દીધી છે.

ઉલ્લેખનીય છે કે તોગડીયા પર બે દાયકા જૂનો હત્યાની કોશિષનો કેસ વિથ ડ્રો થઇ જતાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર માન્યો છે.

તોગડીયાએ મેસેજમાં મોદીને યાદ અપાવતા લખ્યું છે કે – ‘મોટાભાઇ, તમે અઢી દશકા અગાઉ સંઘ પ્રચારક હતા ત્યારે આપણે કેટલા નજીક હતા. કેટલા સારા સંબંધ હતા. કેટલી સારી મૈત્રી હતી’લખ્યું છે કે નરેંદ્રભાઇ, આવો ફરી જૂના દિવસો ‘તાજા’કરીએ સાથે મળીને રાષ્ટ્ર માટે કામ કરીએ. આપણે દેશને આપેલા કોલ ભેગા મળીને પૂરા કરીએ.

તોગડીયાએ કેટલાક લોકપ્રશ્ર્નોનો ઉલ્લેખ કરી અયોઘ્યામાં રામ મંદીર બાંધવાનો મુદ્દો પણ લખ્યો છે. ગૌ હત્યા, કાશ્મીરમા હિંદુઓની સલામતી વિગેરે વચનો પૂરા કરવા એક બેન્ચ પર આવવા ‘મોટાભાઇ મોદી’ને આવાહન કર્યુ છે.લખ્યું – મોટાભાઇ ચાલો મતભેદ દૂર કરીએ અગર આપ નવાઝ શરીફ સાથે રાઉંડ ધ ટેબલ ચર્ચા કરો તો આપણે પણ ‘ચાય પે ચર્ચા’કરવી જોઇએ. હું તો તમારો જૂનો મિત્ર છું. આપણે સાથે જમ્યા તા યાદ છે ને મોટાભાઇ તમે વિદેશી નેતાઓને છૂટથી મળો છો તો થોડો મારા માટે પણ ફાજલ સમય કાઢો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.