બાબરા બસસ્ટેશન સામે આવેલ સેવન સ્ટાર શોપિંગ માં રાજસ્થાન પાસિંગ નો ટોરસ ટ્રક આજ સવારે ઘુસવા પામ્યો હતો જો..કે.. આ બનાવ માં કોઈ જાનહાની થવા પામી નથી અને ચાલક ટ્રક છોડી ફરાર થયો છે.

આજ સવારના સમયે રાજકોટ તરફથી આવી રહેલ માલવાહક ટ્રક નં આર.જે.14 જી.સી.3842 ના ચાલકે કાબુ ગુમાવતા રોડ ઉપર સર્પા કાર ચાલતો ચાલતો ટ્રક એકા એક કોમર્શિયલ શોપિંગ માં ઘુસી ગયો હતો. ટ્રક ફૂટપાટ ઠેકી અને લીમડા ના વૃક્ષ સાથે અથડાયો હતો જેમાં વૃક્ષ ધરાશાહી થયું હતું. નજીક માં પાર્ક કરેલ બાઇક ઉપર ટ્રક ફરીવળ્યાં બાદ ટ્રક શોપિંગ ની દીવાલ સુધીઆવી અથડાતા બાંધકામ સ્ટ્રક્ચર માં નુકશાન થયું હતું.

બસ સ્ટેશન લગોલગ કાયમી અડ્ડો જમાવી બેસતા પ્રાઇવેટ વાન ઇકો કાર જે સ્થળે ઉભા રહેવા પામે છે તેજ સ્થળે થી હેવી ટ્રક સર્પાકાર પસાર થયો હતો સદનસીબે સવાર ના સમયે કોઈ વાહન કે રાહદરી મુસાફર હાજર નહોતા નહિતર મોટી જાન માલ ની ખુવારી થવા પામતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.