તા. ૪.૪.૨૦૨૫, શુક્રવાર ,સંવંત ૨૦૮૧, ચૈત્ર સુદ સાતમ, આર્દ્રા નક્ષત્ર , શોભન યોગ , ગર કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
સિંહ (મ,ટ) : આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ) : દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–ધન રાશિને નાની પનોતી લોખંડના પાયે શરુ થઇ છે.
ધન રાશિને ૨૯ માર્ચથી શનિ મીનમાં આવવા સાથે નાની પનોતી લોખંડના પાયે શરુ થઇ છે જે વધુ મહેનતે પરિણામ આપતી જોવા મળે. ધન રાશિ જ્ઞાનમાર્ગની રાશિ છે અને વિદ્યા માટે હંમેશા તેનો ઝુકાવ રહે છે તથા જીવનમાં સતત સંઘર્ષ સાથે તેઓ નવું કૈક શીખતાં હોય છે ગુરુના ઘરની આ રાશિને લોજીક વિનાની વાતમાં કંટાળો આવે છે અને ધર્મ વિષે તેમના વિચારો નવા હોય છે તથા અધ્યાત્મ વિષે તેમની અલગ વ્યાખ્યા હોય છે ચોથેથી ગ્રહણ પસાર થયું તે તેમને પોતાના એશોઆરામ મૂકીને આગળ વધવાની પ્રેરણા આપે છે અને સુખનો ત્યાગ કરી તેઓ નવી સફર તરફ પ્રયાણ કરતા જોવા મળશે. પનોતીના સમયમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે ખાસ કરીને જમીન મકાન વાહનને લગતા પ્રશ્નો અને માતાની તબિયત અંગે ચિંતા રખાવે તો જીવનમાં ક્યાંક બધું હોવા છતાં સુખનો અભાવ હોય તેવું લાગે. ધન રાશિના જીવન અને વ્યક્તિ પ્રત્યે અભિપ્રાયો નિશ્ચિત હોય છે બહુ ઝડપથી તેમાં તેઓ ફેરફાર કરતા નથી અને કરવા દેતા નથી. અન્યને સલાહ આપે છે સાચી સલાહ આપે છે પરંતુ બીજાની સલાહ માનવ કરતા તેઓ પોતે વિચારેલી વધુ અમલમાં મુકતા જોવા મળે છે. આગામી સમયમાં તેઓ પોતાની સ્કિલ વિકસાવવા વધુ પ્રયત્ન કરશે અને પોતાની જગ્યા છોડીને પણ આગળ વધવા પ્રયત્ન કરશે જે ધન રાશિના મિત્રો વિદેશ જવા ઇચ્છતા હશે તેમના માટે પણ રસ્તા ખુલતા જોવા મળશે અને યાત્રા પ્રવાસથી તેમનો દ્રષ્ટિકોણ બદલાતો જોવા મળશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨
૭૯૯ ૦૫૦૦ ૨૮૨