તા. ૨૦.૩.૨૦૨૫ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ વદ છઠ , અનુરાધા નક્ષત્ર , વજ્ર યોગ , ગર કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ) : કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.
કુંભ (ગ ,સ,શ) : વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ) : નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.
–હાલમાં સૂર્ય બુધ શુક્ર અને રાહુની યુતિ થઇ રહી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ એક પછી એક ગ્રહ મીન રાશિ તરફ આગળ વધતા જાય છે અને હાલમાં સૂર્ય બુધ શુક્ર અને રાહુની યુતિ થઇ રહી છે જ્યાં ચંદ્ર અને શનિ પણ પ્રવેશ કરશે જેથી છ ગ્રહોની યુતિ અને ૨૯ માર્ચના ગ્રહણ પણ થનાર છે જેની અસરો અત્યારથી દેખાઈ રહી છે તો ગ્રહોના રાજા સૂર્ય બુધ શુક્ર અને રાહુ સાથે હોય શેર ઓપરેટરને ત્યાં દરોડા પડ્યા છે અને સૂર્ય રાહુ સાથે હોય સરકારને તકલીફ પડે એ સંદર્ભમાં પાક સરકારના સેંકડો સૈનિકો સેનાએ છોડી ગયા છે અને આંતરવિગ્રહ ચરમસીમાએ છે. બુધ અને રાહુ આર્ટીફીસીયલ ઇન્ટેલીજસ બતાવે છે જે સાથે હોવાથી ચેટ બોટ ગ્રોક વિવાદમાં છે અને તેના જવાબોએ સારો એવો વિવાદ છેડ્યો છે તો બીજી તરફ બુધ રાહુ માર્કેટને ધીમે ધીમે સંભાળવા પ્રયત્ન કરે છે પરંતુ હજી થોડો સમય લાગશે અને ગ્રહો એપ્રિલથી થોડા થાળે પડતા જોવા મળશે ત્યાં સુધી વૈશ્વિક રીતે એકસાથે અનેક ઘટનાઓ બનતી જોવા મળશે અને સરકારો કડક પગલાં લેતી જોવા મળશે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
૭૯૯૦૫૦૦૨૮૨