તા. ૧૦.૪.૨૦૨૫, ગુરુવાર ,સંવંત ૨૦૮૧, ચૈત્ર સુદ તેરસ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર ,વૃદ્ધિ યોગ, કૌલવ કરણ , આજે સાંજને ૭.૦૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ) : વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ) : પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.
–અમેરિકાના બેજવાબદાર પગલાં સામે ત્યાં જ વિરોધના સુર ઉઠ્યા છે
શનિ રાહુ યુતિ વચ્ચે એક પછી એક અદાલતી ચુકાદાઓ આવતા જાય છે, અગાઉ લખ્યા મુજબ આ સમયમાં આતંકી ગતિવિધિ વધી છે તો બીજી તરફ સરકારની એજન્સીઓ વધુ સતર્ક થઇ છે અને અમેરિકાના બેજવાબદાર પગલાં સામે ત્યાં જ વિરોધના સુર ઉઠ્યા છે અને ભૂલ સુધારવાનો સમય પણ આવી ગયો છે પરંતુ હજી વિશ્વ ઈકોનોમીએ થોડું સહન કરવાનું આવી શકે છે અને શેરબજાર પણ અત્રે લખ્યા મુજબ ધોવાઈ રહ્યું છે તો રીયાલ એસ્ટેટમાં પણ મંગળના નીચસ્થ થવા સાથે અસર જોવા મળી શકે છે. અગાઉ લખ્યા મુજબ એકસાથે ઘણો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે અને પિશાચ યોગ કેટલાક લોકોના માથા વગરના નિર્ણયો દર્શાવી રહ્યો છે. સમયની સ્થિતિ પ્રવાહી છે અને સામાન્ય વ્યક્તિ માટે આજીવિકા મહત્વનો પ્રશ્ન બની રહી છે તો આગામી સમયમાં અનેક બેહિસાબી સંપત્તિ અને ધન સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરતી જોવા મળશે. શનિ રાહુ ની યુતિમાં સૂર્ય શુક્ર અને બુધ પણ સાથે છે જે અનેક ક્ષેત્ર અને જાહેરજીવનને પણ આવરી લે છે અને રાજનીતિમાં પણ નવા અધ્યાય શરુ થશે તો જીવનધોરણ અને સામાજિક જીવન પણ અનેક સવાલ khda કરી રહ્યું છે જેને સ્થિર થવામાં હજુ સમય લાગશે અને લોકો દેશમાં રહેવું કે વિદેશની વાત પકડવી એ અસમંજસ અનુભવી રહ્યા છે પણ ધીમે ધીમે પ્રવાહ સ્વદેશ તરફ વળશે તેમાં શંકાને સ્થાન નથી.!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨