તા. ૩૦.૩.૨૦૨૫, રવિવાર ,સંવંત ૨૦૮૧, ચૈત્ર સુદ એકમ, રેવતી નક્ષત્ર , ઐંદ્ર યોગ , બાલવ કરણ , આજે બપોરે ૪.૩૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .
ધન (ધ,ભ,ફ,ઢ) : પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ) : ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–શનિ રાહુ નજીક આવી રહ્યા છે ત્યારે આર્થિક કૌભાંડો પણ બહાર આવી રહ્યા છે
અગાઉ અત્રે લખ્યા મુજબ મ્યાનમાર સહીત અનેક જગ્યાએ ભૂકંપની ભયાનક અસર જોવા મળે છે તો ઇજિપ્તમાં સબમરીન દુર્ઘટના પણ થઇ છે જે વિષે લખી ચુક્યો છું તો શનિ રાહુ નજીક આવી રહ્યા છે ત્યારે આર્થિક કૌભાંડો પણ બહાર આવી રહ્યા છે અને ઘણી દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે આજે શનિવારે થનારું ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પરંતુ તેની દૂરગામી અસરો જોવા મળી રહી છે અને વિશ્વના પાવરફુલ નેતાઓની તબિયત પર અસર પડી શકે છે કે કોઈ નેતા તેની ઇંનિંગ પુરી કરતા પણ જોવા મળે અને વિશ્વમાં એક નવી ધરી રચાતી જોવા મળે. જળતત્વની રાશિમાં છ ગ્રહોની યુતિ અને ગ્રહણ સમુદ્રમાં અનેક ઘટનાઓનું સર્જન કરે છે અને જ્વાળામુખી પણ સક્રિય કરે છે. જલતત્વ લાગણીમય શરીર બતાવે છે જે આહત થવાથી આપણે લાગણીના સબંધો અને તેમાં જ બેરહેમ હત્યા જેવા અનેક કિસ્સાઓ જોઈ રહ્યા છીએ , જયારે વ્યક્તિગત રીતે પણ ગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન મહત્વના બની જ્યાં છે જે અન્વયે આજના દિવસે ઇષ્ટદેવની સાધના અને શિવ સાધનાનું મહત્વ વધી જાય છે. રવિવારથી ચૈત્રી નવરાત્રી શરુ થાય છે જેમાં નવદુર્ગાની પૂજા આરાધના પણ જરૂરી બને છે અને આ નવરાત્રીમાં માતાની સાધનાના ગુપ્ત રહસ્યો અને તેને લગતા અનુષ્ઠાન કરવાથી ક્રૂર ગ્રહોની અસરથી બચી શકાય. દશ મહાવિદ્યા સાધના માટે પણ આ સમય ઉત્તમ છે અને બ્રહ્માંડના રહસ્યો સમજવા માટે દેવી સાધના જરૂરી બને છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨