તા. ૨૩.૩.૨૦૨૫ , રવિવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ વદ નોમ , પૂર્વાષાઢા નક્ષત્ર , વરિયાન યોગ , તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ) : મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ) : નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.
— મેષ રાશિને મોટી પનોતી લોખંડના પાયે શરુ થઇ રહી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી સક્રિય થયો છે વિશેષમાં આપણે દરેક રાશિ માટે ગ્રહણ છ ગ્રહોની યુતિ અને પનોતી વિષે ચર્ચા કરી રહ્યા હતા તે અન્વયે જોઈએ તો મેષ રાશિને મોટી પનોતી લોખંડના પાયે ૨૯ માર્ચથી શરુ થઇ રહી છે સાથે છ ગ્રહોની યુતિ અને ગ્રહણ પણ છે પનોતી લોખંડના પાયે મેષ રાશિને થોડો સંઘર્ષ અપાવે છે અને વધુ મહેનતે ઓછું પરિણામ આપે છે તો ગ્રહણ બારમેથી પસાર થાય છે જે વધુ ખર્ચ કરાવે છે તથા વિદેશ સાથે કોઈ વ્યવહારમાં અંતરે બતાવે છે આ ગ્રહણથી એક માસનો સમય શાંતિથી વિતાવવો જોઈએ. મેષ રાશિ નવા સાહસ અને નવી શરૂઆત કરનાર રાશિ છે પરંતુ આગામી બે માસ જેવો સમય થોડો સાવચેતીથી વિતાવવો જોઈએ કેમ કે રાહુ પણ બારમે છે અને મીન રાશિમાં જ બારમે ગ્રહણ પણ થાય છે અને છ ગ્રહોની યુતિ હોય મેષના મિત્રોએ આ સમયમાં સંભાળીને ચાલવું જોઈએ વળી આ સમયમાં દરરોજ ત્રણ વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા જરૂરી બને છે વળી વધુ પૈસા નાખી કોઈ સાહસ ના કરવું અને શેરબજારમાં સંભાળીને ચાલવા જેવો સમય ગણી શકાય. આ સમયમાં અંગત સબંધમાં ઉતારચડાવ આવતા જોવા મળે અને લાગણીની બાબતમાં ક્યાંય દુઃખ પહોંચતું પણ જોવા મળે માટે સવારે નિયમિત ધ્યાન કરી હનુમાન ચાલીસા કરવા જોઈએ અને મોટા સાહસથી હમણાં દૂર રહેવું જોઈએ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨